Breaking News : IPLમાં અમ્પાયરિંગના કેટલા પૈસા મળે છે, જાણી લો કમાણીનો હિસાબ
આઈપીએલની શરુઆત થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન બધાની નજર ખેલાડીઓ પર રહેશે. તેનો પગાર કેટલો છે. તે બધાને ખબર છે પરંતુ અમ્પાયરને એક મેચના કેટલા પૈસા મળે છે તેના વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ.

આઈપીએલની નવી સીઝન હવે શરુ થવા જઈ રહી છે. 28 માર્ચના રોજ પહેલી મેચ રમાશે. બેંગ્લુરુંમાં આરસીબીની ટીમ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ટકરાશે. બધાની નજર દુનિયાભરના ખેલાડીઓ પર રહેશે. આ વચ્ચે આજે અમે તમને અમ્યારો વિશે કેટલીક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. કોઈ પણ મેચમાં અમ્પાયરની ભુમિકા ખુબ મહત્વની હોય છે. આઈપીએલમાં ક્યા ખેલાડીને કેટલા પૈસ મળે છે. તે તમને ખબર છે. પરંતુ અમ્પાયરને કેટલા પૈસા મળે છે. તેના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીશું.

ઈન્ડિયન પ્રીમિયર લીગ હોય કે પછી અન્ય કોઈ મેચ હોય. તમે જોયું હશે કે, અનેક અમ્યાયર હોય છે. કેટલાક અમ્પાયર ફીલ્ડ પર હોય છે. તો કેટલાક અમ્પાયર મેદાનની બહાર રોલ નિભાવતા હોય છે.કેટલાક નિર્ણય મેદાનની બહાર બેસેલા અમ્પાયર લેતા હોય છે.તેને મળનાર પગારમાં ખુબ તફાવત હોય છે.

એક અનુમાન મુજબ આઈપીએલ મેચમાં જે અમ્પાયર મેદાન પર હોય છે. તેને એક મેચના 3 લાખ રુપિયા આપવામાં આવે છે. તો ફોર્થ અમ્પાયર એટલે કે, જે મેદાનની બહાર હોય તેને 2 લાખ રુપિયા આપવામાં આવે છે. આ એક અંદાજિત રકમ છે.

તમારે એ પણ જાણવું જોઈએ કે, જ્યારે તેમને મેચ માટે આ રકમ ચૂકવવામાં આવે છે, ત્યારે એલીટ પેનલમાં રહેલા ખેલાડીઓને સમગ્ર સીઝન માટે રિટેનર તરીકે વધારાના 700,000 ચૂકવવામાં આવે છે. વધુમાં, અમ્પાયરોને પ્રતિ મેચ વધારાના 12,000 ભથ્થું પણ આપવામાં આવે છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે, આ એલીટ પેનલ શું હોય છે. તો તમને જણાવી દઈએ કે, આઈસીસી દ્વારા નક્કી કરવામાં આવે છે. જે એક ખેલાડી પહેલા ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. જો તે સારું રમે તો ઈન્ટરનેશનલ મેચમાં રમવાની તક મળે છે. આવું જ કાંઈ અમ્પાયરો સાથે થાય છે.

આઈસીસીની દુનિયામાં ટોપ 10 થી 12 અમ્પાયરોને એલીટ પેનલમાં સામેલ કરે છે. એલીટ પેનલમાં હોવાના અનેક ફાયદા થાય છે. આપણે આઈપીએલની વાત કરી રહ્યા છીએ તો. તમે પહેલાથી જ જોયું હશે કે મેચ ફી ઉપરાંત, એલીટ પેનલના સભ્યોને અલગ રકમ પણ ચૂકવવામાં આવે છે. ફરીથી, અમે તમને યાદ અપાવીએ છીએ કે આ અંદાજિત આંકડા છે,વાસ્તવિક રકમ વધારે કે ઓછી હોઈ શકે છે. (ALL photo : PTI)
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો
