24 એપ્રિલ 2025

જસપ્રીત બુમરાહે ફટકારી 'ટ્રિપલ સેન્ચુરી'

ટીમ ઈન્ડિયાના સ્ટાર  ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની શાનદાર બોલિંગથી વધુ એક રેકોર્ડ બનાવ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ યુગના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાંના એક બુમરાહ હાલમાં IPL 2025માં વ્યસ્ત છે અને અહીં જ તેણે મોટી સિદ્ધિ હાંસલ કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહે IPLની મધ્યમાં જ પોતાની ત્રેવડી સદી પૂર્ણ કરી લીધી છે. આ ત્રેવડી સદી બેટિંગ નહીં પણ બોલિંગ  દ્વારા બની છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર પેસ બોલર જસપ્રીત બુમરાહે  T20 ક્રિકેટમાં પોતાની  300 વિકેટ પૂર્ણ કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન બુમરાહે હેનરિક ક્લાસેનની વિકેટ લેતાની સાથે જ પોતાની  300 T20 વિકેટ  પૂરી કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહે 238 T20 મેચોમાં 300 T20 વિકેટ લેવાની  સિદ્ધિ મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુઝવેન્દ્ર ચહલ, પીયૂષ ચાવલા, ભુવનેશ્વર કુમાર અને રવિચંદ્રન અશ્વિન બાદ આવું કરનાર બુમરાહ પાંચમો ભારતીય બન્યો હતો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહની 300 વિકેટમાંથી 89 વિકેટ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છે, જ્યારે  171 વિકેટ IPLમાં છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM