આજનું હવામાન : હવામાન વિભાગે ગરમીને લઈ કરી મોટી આગાહી, 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ આકરી ગરમી પડે તેવી આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ આકરી ગરમી પડે તેવી આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તેવી આગાહી કરી છે. પરંતુ 5 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તો તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં અમદાવાદ, અરવલ્લી, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, કચ્છ, મોરબી, મહેસાણા, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી,આણંદ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ સુરત, જામનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

