AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“અમારી સરકાર બનવા દો, હિંદુઓને વીણી-વીણીને ઘરમાં ઘુસીને મારીશુ, એકપણ ઘરમાં હિંદુ મર્દ નહીં બચવા દઈએ”- મોઈન સિદ્દીકી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા વચ્ચે યુપીના બરેલીમાં IMCના કટ્ટરવાદી નેતા મોઈન સિદ્દીકીએ હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે અને હિંદુઓના સર કલમ કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યુ અમારી સરકાર આવવા દો, એકપણ હિંદુના ઘરમાં મર્દ નહીં બચે. સરકાર બદલાઈ તો વીણી-વીણીને ઘરમાં ઘુસીને મારીશુ.

અમારી સરકાર બનવા દો, હિંદુઓને વીણી-વીણીને ઘરમાં ઘુસીને મારીશુ, એકપણ ઘરમાં હિંદુ મર્દ નહીં બચવા દઈએ- મોઈન સિદ્દીકી
| Updated on: Apr 24, 2025 | 7:40 PM
Share

IMC નેતા મોઈન સિદ્દીકીએ ધાર્મિક કુવાને બુરવાનો વિરોધ કરનારી હિંદુ મહિલાને ધમકી આપી. મહિલાએ બારાદરી ચોકીમાં મોઈન સિદ્દીકી સામે ફરિયાદ નોંધાવી છે. પૂર્વ પાર્ષદ પર હિંદુઓનો ધાર્મિક કૂવો બુરાવી દેવાનો આરોપ છે. જ્યારે મહિલાએ આ કૂવો બુરવાનો વિરોધ કર્યો તો IMCના મોઈન સિદ્દીકીએ ધમકી આપી કે એકવાર જો અમારી સરકાર આવીને તો હિંદુઓને ઘરમાં ઘુસીને વીણી-વીણીને મારીશુ. હિંદુઓના સર કલમ કરીશુ અને એકપણ હિંદુ ઘરમાં મર્દ બચવા નહીં દઈએ. આ ધમકી બાદ લોકો ડરેલા છે.

સ્થાનિકના જણાવ્યા અનુસાર ચક મહમુદમાં એક જૂનો કૂવો આવેલો છે. જેમા હિંદુ મહિલઓ પૂજા પાઠ કરે છે. આ કૂવાને મોઈન સિદ્દીકીએ બુરાવી દીધો અને હિંદુઓને પૂજા કરતા રોક્યા. આથી સ્થાનિક હિંદુઓએ નગર નિગમમાં ફરિયાદ કરી, આ જ કારણે મોઈન સિદ્દીકી ઉશ્કેરાઈ ગયો.

સ્થાનિકે જણાવ્યુ કે મોઈને મારી માતાને રોકીને ધમકાવી. તેણે ધમકી આપી કે તે અમારા પુરા પરિવારને મારી નાખશે. તેમણે મારી માતાને મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી. જેનાથી મારી માા અત્યંત ડરી ગઈ અને કોઈપણ રીતે ત્યાંથી જીવ બચાવીને નીકળી ગઈ. મોઈનની વાતથી મારી માતા એટલી ડરી ગઈ છે કે તે ખુદ પણ ઘરની બહાર નથી નીકળતી અને મને પણ નથી નીકળવા દેતી.

હિંદુઓના ઘરમાં નહીં બચે એકપણ મર્દ

જીતુની માત માયાદેવીએ કહ્યુ મારી આંખોની સામે પરિવારને મારી નાખવાની મોઈને ધમકી આપી. જીતુની માતા માયા દેવીએ જણાવ્યુ કે મોઈન સિદ્દીકીએ મને કહ્યુ તારા દીકરાને સમજાવી દે અને કૂવાને ફરીથી ખાલી કરાવવાની અરજી દેવાનું બંધ કરે નહીં તો તેનુ સર કલમ થઈ જશે. અમારી સરકાર જેવી આવશે કે હિંદુઓે ઘરમાં ઘુસીને વીણી-વીણીને મારશુ. આ ઘટના બાદ જીતુ સહિત સમગ્ર પરિવાર ડરેલો છે. કોઈપણ ઘરની બહાર નીકળી રહ્યુ નથી.

FIR થતા જ આરોપી થયો ફરાર

પીડિત પરિવારે SSP ને ફરિયાદ કરી કે SSP ના આદેશ બાદ બારાદરી થાણામાં મોઈન સિદ્દીકી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ઈન્સપેક્ટર સંજય પાંડે એ કહ્યુ કે આરોપી ફરાર છે પોલીસ તેને શોધી રહી છે. બહુ જલદી જ તેની ધરપકડ કવરામાં આવશે. જો કે આ પ્રથમવાર નથી કે મોઈન સિદ્દીકી હિંદુ ધર્મને લઈને આ પ્રકારની ધમકી આપી હોય. આ અગાઉ પણ તે આવી ધમકી આપી ચુક્યો છે અને ધાર્મિક સૌહાર્દ બગાડવાના મામલે જેલની હવા ખાઈ ચુક્યો છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
g clip-path="url(#clip0_868_265)">