Gujarati News » Photo gallery » Sports photos » Indian sportsperson served in security forces list ms dhoni kapil dev sachin tendulkar milkha singh amit panghal
Sports: કપિલ દેવ થી લઇને ધોની અને મિલ્ખા સિંહ થી જીતુ રાય સુધી આ ભારતીય ખેલાડીઓએ પહેર્યા હતા યુનિફોર્મ, જુઓ
ભારતના ઘણા એવા ખેલાડીઓ છે જેઓ આ રમત સાથે સાથે ભારતીય સેના, વાયુસેના અને પોલીસ દળ સાથે જોડાયેલા છે, આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે.
ભારતીય ખેલાડીઓએ દેશ-વિદેશમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાનું નામ રોશન કર્યું છે. ઘણા મોટા ખેલાડીઓએ પોતાની રમતથી દેશને એક નવી ઓળખ આપી છે, પછી તે મહેન્દ્ર સિંહ ધોની હોય કે સચિન તેંડુલકર હોય કે મિલ્ખા સિંહ હોય. આ બધાના નામ આખી દુનિયામાં છવાઇ ગયેલા છે. પરંતુ ઘણા એવા ખેલાડીઓ હતા જેઓ રમતની સાથે સુરક્ષા દળો સાથે જોડાયેલા હતા અને અલગ-અલગ રીતે યોગદાન આપ્યું હતું. ગણતંત્ર દિવસના અવસર પર અમે તમને આવા જ કેટલાક ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1 / 11
ક્રિકેટમાં ભારતને પ્રથમ વિશ્વ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવને ભારતીય સેના દ્વારા લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1983માં ભારતે વર્લ્ડ કપ જીત્યાના ઘણા વર્ષો બાદ કપિલને 2008માં આ સન્માન મળ્યું હતું.
2 / 11
કપિલના વર્લ્ડ કપના 28 વર્ષ બાદ દેશને બીજો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું પણ સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય સેનાએ ધોનીને લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક આપ્યો હતો.
3 / 11
2011માં વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર કરનાર ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પણ સેનામાં જોડાવાની તક મળી છે. 2010માં ભારતીય વાયુસેના દ્વારા તેમને ગ્રુપ કેપ્ટનની પદવી આપવામાં આવી હતી. આ રેન્ક હાંસલ કરનાર તે ભારતનો પ્રથમ ખેલાડી બન્યો.
4 / 11
2007માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં છેલ્લી ઓવર ફેંકનાર ફાસ્ટ બોલર જોગીન્દર સિંહ હવે પોલીસ યુનિફોર્મ પહેરીને દેશની સેવા કરી રહ્યો છે. જોગીન્દર હરિયાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરે છે.
5 / 11
ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા પણ સેના સાથે સંકળાયેલો છે. નીરજ સેનામાં સુબેદાર છે. મંગળવારે જ સેના દ્વારા તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે જ સરકારે નીરજને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.
6 / 11
ભારતના સફળ શૂટરોમાંના એક જીતુ રાય પણ સેના સાથે જોડાયેલા છે. તેઓ 2006માં સેનામાં જોડાયા હતા. તેમને 2020માં સુબેદાર મેજર બનાવવામાં આવ્યા હતા. જીતુએ ભારતને શૂટિંગમાં ઘણા મેડલ અપાવ્યા છે. તેણે 2014માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત સરકારે તેમને 2016માં ખેલ રત્ન અને 2020માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા
7 / 11
નીરજ પહેલા સિંગલ્સ ઈવેન્ટમાં ભારતનો પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર શૂટર અભિનવ બિન્દ્રા પણ સેના સાથે જોડાયેલા હતા. 2011 માં, બિન્દ્રાને ભારતીય સેના દ્વારા લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો હતો. તેને ધોનીની સાથે આ ખિતાબ આપવામાં આવ્યો હતો.
8 / 11
ફ્લાઈંગ શીખ તરીકે જાણીતા મિલ્ખા સિંહ પણ સેના સાથે જોડાયેલા હતા. સેનામાં રહીને તેણે એથ્લેટિક્સની દુનિયામાં નવી ઊંચાઈઓ હાંસલ કરી. 1960ના રોમ ઓલિમ્પિકમાં મેડલ મેળવવાથી ચૂકી ગયેલા મિલ્ખા સિંહનું ગયા વર્ષે 18મી જૂને અવસાન થયું હતું.
9 / 11
ભારતના અન્ય એક દિગ્ગજ એથ્લેટિક્સ ખેલાડી શ્રીરામ સિંહ પણ સેના સાથે જોડાયેલા હતા. તે કેપ્ટનના હોદ્દા પર હતો. તેઓ 20 વર્ષની ઉંમરે 1966માં રાજપૂતાના રાઈફલ્સમાં જોડાયા અને પછી એથ્લેટિક્સમાં આવ્યા.
10 / 11
હાલમાં ભારતના સર્વશ્રેષ્ઠ બોક્સર અમિત પંઘાલ પણ સેના સાથે જોડાયેલા છે. સુબેદાર અમિત જુનિયર કમિશન્ડ ઓફિસર છે. અમિત પાસેથી ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની અપેક્ષા હતી પરંતુ તે અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહીં.