Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીએ માત્ર 72 કલાકમાં ગુમાવ્યા રૂપિયા 39 હજાર કરોડ, જાણો કેમ થયું આટલું મોટું નુકસાન

મંગળવારનો દિવસ શેરબજાર માટે ખૂબ જ ખરાબ રહ્યો. સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 1600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જેનું મુખ્ય કારણ બે કંપનીઓ હોવાનું માનવામાં આવે છે.એક HDFC Bank અને બીજી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2024 | 7:18 AM
મંગળવારનો દિવસ શેરબજાર માટે ખૂબ જ ખરાબ રહ્યો. સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 1600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જેનું મુખ્ય કારણ બે કંપનીઓ હોવાનું માનવામાં આવે છે.એક HDFC Bank અને બીજી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.

મંગળવારનો દિવસ શેરબજાર માટે ખૂબ જ ખરાબ રહ્યો. સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 1600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જેનું મુખ્ય કારણ બે કંપનીઓ હોવાનું માનવામાં આવે છે.એક HDFC Bank અને બીજી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.

1 / 6
પ્રથમ કંપનીનું નામ HDFC બેંક છે. જેના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજું કારણ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે જેના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.ત્રણ દિવસ બાદ ખુલેલા માર્કેટમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 18 લાખ કરોડ રૂપિયાથી નીચે આવી ગયું છે.

2 / 6
મંગળવારે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનો શેર 2.11 ટકા ઘટીને રૂપિયા 2656 થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર  રૂપિયા  2,645ની દિવસની નીચી સપાટીએ પહોંચી ગયા હતા.

3 / 6
ખાસ વાત એ છે કે 15 જાન્યુઆરીએ કંપનીનો શેર 2,792.65 રૂપિયાની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો. ત્યારથી કંપનીના શેરમાં રૂપિયા 136.65નો ઘટાડો થયો છે. નિષ્ણાતોનું માનીએ તો આવનારા મહિનામાં કંપનીના શેરમાં 20 ટકાથી વધુનો વધારો જોવા મળી શકે છે.

4 / 6
મુકેશ અંબાણી (ફાઈલ)

મુકેશ અંબાણી (ફાઈલ)

5 / 6
શુક્રવારે બજાર બંધ થયું ત્યારે કંપનીનું માર્કેટ કેપ 18,35,665.82 કરોડ રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે કંપનીના માર્કેટ કેપમાં રૂપિયા 38,699.73 કરોડનો ઘટાડો થયો છે. જો કે ગયા સપ્તાહે પણ કંપનીના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં રૂપિયા 18,199.35 કરોડનો ઘટાડો થયો હતો. આનો અર્થ એ થયો કે ત્યારથી કંપનીના માર્કેટ કેપમાં કુલ રૂપિયા 56,899.08 કરોડનો ઘટાડો થયો છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">