મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

મુકેશ ધીરુભાઈ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ એડનમાં થયો હતો. તેઓ એક ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ છે. મુકેશ અંબાણી હાલમાં બજાર મૂલ્ય દ્વારા ભારતની સૌથી મોટી અને મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.

ડિસેમ્બર 2023 સુધીમાં $92 બિલિયનની અંદાજિત નેટવર્થ સાથે, તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 15મા સૌથી ધનિક વ્યક્તિ છે. ઇન્સ્ટિટ્યૂટ કેમિકલ ટેકનોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ઇ.ની ડિગ્રી મેળવી છે.

તેમણે પોતાના હસ્તકના ઉદ્યોગ સમૂહને સંતાનો વચ્ચે વહેચી દીધા છે. આકાશ અંબાણી કંપનીના ટેલિકોમ બિઝનેસનું નેતૃત્વ કરશે. સાથે જ ઈશા અંબાણી રિટેલ બિઝનેસનું નેતૃત્વ કરશે. જ્યારે તેમના નાના પુત્ર અનંત અંબાણી એનર્જી યુનિટને આગળ વધારશે.

Read More

અંબાણીની JioStar વેબસાઇટની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી, કિંમત 15 રૂપિયાથી શરૂ, જાણો A ટુ Z પ્લાન વિશે

JioStar વેબસાઈટે માર્કેટમાં  જોરદાર એન્ટ્રી કરી છે. આ પ્લેટફોર્મની શરૂઆતની કિંમત માત્ર 15 રૂપિયા છે. અહીં જાણો સમગ્ર માહિતી

સફળતાની ગેરંટી માટે અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરે છે આ 6 કામ, જાણો

લોકો સફળ વ્યક્તિત્વોને તેમના રોલ મોડેલ બનાવે છે અને આશા રાખે છે કે એક દિવસ તેઓ પણ તેમના જેવી ખ્યાતિ મેળવશે. દરેક વ્યક્તિ સમૃદ્ધ અને સફળ બનવા માંગે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દુનિયા તેને સલામ કરે. પરંતુ તમારે તેની પહેલા આ મુદ્દાઓ જાણવા જરૂરી છે.

શું મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં રુપિયા રોકવાની આવી ગઈ છે તક ? શેરની કિંમત થઈ છે 1266 રૂપિયા

Reliance Industries : માર્કેટમાં ચાલી રહેલા ઘટાડાની અસર લાર્જ કેપ કંપનીઓમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 7.70%નો ઘટાડો થયો છે. જો તમે પણ મુકેશ અંબાણીની કંપનીમાં નાણાં રોકવાને લઈને મૂંઝવણમાં છો તો તમારે વિદેશી બ્રોકરેજ હાઉસ CLSAનો લેટેસ્ટ રિપોર્ટ વાંચવો જોઈએ.

મુકેશ અંબાણી હવે સ્ટાર ઇન્ડિયામાં પુરશે નવો પ્રાણ, આટલા હજાર કરોડનું કરશે રોકાણ

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિઝની સ્ટાર ઈન્ડિયા વચ્ચેની ડીલ પૂરી થઈ ગઈ છે. આ સાથે મુકેશ અંબાણીએ હવે હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરીને સ્ટાર ઈન્ડિયામાં નવો પ્રાણ પુરશે.

દેશભરમાં મુકેશ અંબાણીના 80 રિલાયન્સના સ્ટોર્સ કેમ બંધ થશે? જાણો શું છે મોટું કારણ

માત્ર 2 વર્ષ પહેલા, મુકેશ અંબાણીએ સેન્ટ્રો સ્ટોર્સ ખોલ્યા હતા અને હવે દેશભરમાં 80 સ્ટોર્સ બંધ કરવાના સમાચાર છે, સપ્ટેમ્બર 2022 માં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વિભાગે ફ્યુચર ગ્રૂપની સેન્ટ્રોને સેન્ટ્રોમાં ફેરવી દીધી હતી. પરંતુ હવે તેમના 80 સ્ટોર્સ બંધ થવા જઈ રહ્યા છે..

હવામાં પણ 7- સ્ટાર સવારી કરે છે મુકેશ અંબાણી, કિંમત છે 1000 કરોડ- જુઓ Photos

ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીનું કાર કલેક્શન તો આપે જોયુ જ હશે. તેમની પાસે પ્રાઈવેટ જેટ અને હેલિકોપ્ટરનું પણ એક શાનદાર કલેક્શન છે જેમા વધુ એક પ્રાઈવેટ જેટનો સમાવેશ થયો છે. આ ભારતનું પ્રથમ બોઈંગ બીબીજે 737 મેક્સ 9 છે. જેની કિમત જાણીને તમને પણ અમીર બનવાનું મન થયા વિના નહીં રહે.

કેમ્પા બાદ Mukesh Ambani હવે નાસ્તા અને બિસ્કિટ વેચશે, હલ્દીરામ-બ્રિટાનિયાને સ્પર્ધા આપશે

એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે રૂપિયા 42,694.9 કરોડના સ્નેક્સ માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ટેલિકોમ પછી સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં કેમ્પાની એન્ટ્રી સાથે હલચલ મચાવનારા અંબાણી હવે નાસ્તા માર્કેટમાં દિગ્ગજોને ટક્કર આપવા જઈ રહ્યા છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન કરાવનારા પંડિતજી કેટલો લે છે ચાર્જ? યજમાનોમાં ઘણા દિગ્ગજ લોકોનો થાય છે સમાવેશ

Astrologer chandra shekar sharma : મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રખ્યાત જ્યોતિષ પંડિત ચંદ્રશેખર શર્મા દ્વારા કરાવવામાં આવ્યા હતા. તેમની હાજરીમાં લગ્ન પહેલાની વિધિઓ પણ કરવામાં આવી હતી. પંડિતજી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે પણ જોડાયેલા છે. રિલાયન્સ ઉપરાંત તેના ક્લાયન્ટમાં ઘણા મોટા નામ છે. આવો, અમને અહીં તેમની ફી વિશે જણાવીએ.

મુકેશ અંબાણી આ દેશની અર્થવ્યવસ્થાને દેવાના ચુંગાલમાંથી બહાર કાઢશે, જાણો શું યોજના બનાવી

ભારતમાં પોતાનો બિઝનેસ સ્થાપિત કર્યા બાદ હવે મુકેશ અંબાણી આફ્રિકામાં પણ પોતાની પાંખો ફેલાવી રહ્યા છે. તે એક આફ્રિકન દેશને એવી રીતે મદદ કરવા જઈ રહ્યો છે કે તે દેશની આખી અર્થવ્યવસ્થા દેવાની ચુંગાલમાંથી બહાર આવી જશે. મુકેશ અંબાણી અહીં બેંકિંગ અને ઈન્ટરનેટની સમસ્યાનો ઉકેલ લાવવા જઈ રહ્યા છે.

મુકેશ અંબાણી શા માટે નથી વેચતા કાર, આ છે 6 કારણો

Mukesh Ambani Not Selling Cars: રિલાયન્સ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં કામ કરે છે અને Jio દ્વારા તેની પાસે લાખો ગ્રાહકોનું નેટવર્ક છે. તો પછી મુકેશ અંબાણી કાર ઉત્પાદન અને વેચવાનું કેમ ટાળે છે? રિલાયન્સ જેવી મોટી ઈન્ડસ્ટ્રી ચલાવતા મુકેશ અંબાણી કાર વેચવાનું કેમ ટાળી રહ્યા છે? આવો જાણીએ

Mukesh Ambani: અંબાણીએ ખરીદી લીધી ઈંગ્લેન્ડની આ આખી કંપની, મિલિયનમાં થઈ આ ડિલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ કંપનીનો બાકીનો ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યો છે. તમને જણાવી દઈએ કે આ કંપનીએ એક બ્રિટિશ કંપની હતી, જે સોડિયમ-આયન બેટરી ટેક્નોલોજીમાં કામ કરે છે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ પ્રોજેક્ટના ભાગ રૂપે તેની સૂચિત એનર્જી સ્ટોરેજ ગીગાફેક્ટરીમાં ફેરાડિયનની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

મુકેશ અંબાણીની કંપની આપી રહી છે ગજબ ઓફર, ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં આપશે સોનું!

Jio Finance Smart Gold : મુકેશ અંબાણીની કંપની Jio Finance એ ધનતેરસના અવસર પર પોતાના ગ્રાહકો માટે SmartGold સ્કીમ લોન્ચ કરી છે, જેમાં માત્ર 10 રૂપિયામાં સોનું ખરીદી શકાય છે.

મુકેશ અંબાણીને દિવાળી પહેલા મળી મોટી ભેટ, RBIએ Jio પેમેન્ટને આપ્યુ લાયસન્સ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને દિવાળી પહેલા શાનદાર ભેટ મળી છે. તેમને આ ભેટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મળી છે. મંગળવારે આરબીઆઈએ જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસની પેટાકંપની Jio પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે સંમતિ આપી હતી.

Reliance Industries અને dr reddy’sના શેર ભાવમાં કેમ થઈ રહ્યો છે ઘટાડો? જાણો અહીં કારણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના શેર ધારકો પરેશાનીમાં મુકાઈ ગયા છે કારણ કે તેમના પ્રોટફોલ્યોમાં મોટો લોસ બતાવી રહ્યો છે. રિલાન્સના શેરમાં આજે 49 % ઘટાડો તો રેડ્ડીઝ લેબોરેટરીઝના શેર 80 %નો ઘટાડો જોવા મળતા શેરધારકોનો જીવ અધ્ધર થઈ ગયા છે.

માત્ર 699માં મળી રહ્યો છે Jioનો આ ફોન ! મુકેશ અંબાણીએ લોકોને આપી દિવાળીની મોટી ભેટ

Jio Bharat Phone માં વપરાતો માસિક પ્લાન ફક્ત 123 રૂપિયાનો છે, જે Airtel અને Vodafone Ideaના પ્લાન કરતાં 40 ટકા સસ્તો છે. આ ફોનમાં તમને 455 થી વધુ લાઈવ ચેનલો, મૂવી પ્રીમિયર અને QR કોડ સ્કેનિંગ જેવી સુવિધાઓ મળશે.

g clip-path="url(#clip0_868_265)">