Banaskantha : ડીસા અગ્નિકાંડમાં ચોંકાવનારો ખુલાસો, 2 હજાર વિસ્ફોટક પદાર્થ, ગેસ સિલિન્ડર હોવાનો ઘટસ્ફોટ, જુઓ Video
ડીસા GIDCમાં વિસ્ફોટના સ્થળે SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 4 અધિકારીની ટીમ દ્વારા બ્લાસ્ટ થયો તે ફેકટરીની તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્ફોટ શેનાથી થયો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેમાં દિવસે દિવસે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. અગ્નિકાંડની તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી છે. SITએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ડીસા GIDCમાં વિસ્ફોટના સ્થળે SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 4 અધિકારીની ટીમ દ્વારા બ્લાસ્ટ થયો તે ફેકટરીની તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્ફોટ શેનાથી થયો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
4 TNT મેગા ટનથી વધુ તીવ્રતાથી બ્લાસ્ટનું અનુમાન
ડીસામાં જે ફેકટરીમાં બ્લાસ્ટ થયો ત્યાં 4 TNT મેગા ટન કરતા વધુ તીવ્રતાથી બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ફટાકડામાં વપરાતો 2 હજાર કિલોથી વધુ વિસ્ફોટક પદાર્થ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું ત્યાં ગેસ સિલિન્ડર હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.
મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો બ્લાસ્ટ
રસોઈનો સામાન પણ ત્યાં જ રાખવામાં આવતો હતો. મળતી માહિતી અનુસાર આ શ્રમિકો પહેલા મધ્યપ્રદેશનાં હડધામાં ફટાકડાની ફેકટરીમાં કામ કરતા હતા. ત્યાં બ્લાસ્ટ થતા ફેકટરી બંધ કરવાની ફરજ પડી હતી. જેના પગલે તમામ 24 શ્રમિકને ડીસા કામ અર્થે સ્થળાંતર થયા હતા. આ સાથે ખુલાસો થયો છે કે 20 વર્ષથી ફટાકડા બનાવવાનો વેપાર કરી આરોપી કરોડપતિ બન્યો છે.

વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન

ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ

ઉદ્દગમ સ્કૂલે નિયમો નેવે મુકી કેમ્પસમાં જ શરૂ કર્યા ટ્યુશન ક્લાસિસ

ચલાવવામાં અનોખો અનુભવ આપે છે નવી Volkswagen Tiguan R-Line
