બોમ્બે સ્ટોક એક્સચેજ
મુંબઈમાં ચાલતું ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જ’ એ ભારત તેમજ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ વર્ષ 1875 થી કાર્યરત છે. હવે તેનું નામ બદલીને BSE લિમિટેડ કરવામાં આવ્યું છે. BSE પર લગભગ 5000 કંપનીઓ લિસ્ટ થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 30 કંપનીઓના ઇન્ડેક્સને સેન્સેક્સ કહેવામાં આવે છે. જે ભારતમાં શેરબજારનો પર્યાય બની ગયો છે. સેન્સેક્સ ભારતમાં શેરબજારની હિલચાલ નક્કી કરે છે.
આટલું જ નહીં, સેન્સેક્સ સિવાય, BSE નાની મોટી કંપનીઓ, ઓટો કંપનીઓ, બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીઓ, સ્ટીલ કંપનીઓ વગેરે સંબંધિત અલગ-અલગ સૂચકાંકો પણ શેર કરે છે. એક સમય હતો જ્યારે BSE ઓફિસની આસપાસ સ્ટોક બ્રોકરોની મોટી ભીડ રહેતી હતી. જેના કારણે આ રોડનું નામ ‘દલાલ સ્ટ્રીટ’ પડી ગયું હતું. શેરની લે વેચ કરતા બ્રોકરને ગુજરાતી ભાષામાં ‘દલાલ’ કહેવામાં છે. જેના કારણે આ રોડનું નામ દલાલ સ્ટ્રીટ પડ્યું હોવાનું માનવામાં આવે છે.