Travel : આ છે ભારતનું અનોખું શિવ મંદિર, પથ્થરોમાંથી આવે છે ડમરુનો અવાજ
Solan Jatoli Shiv Mandir : કહેવાય છે કે આ મંદિરમાં પથ્થરો પર ટેપ કરવાથી ડમરુનો અવાજ આવે છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિર લગભગ 111 ફૂટ ઊંચું છે. લોકો માને છે કે ભગવાન શિવ સ્વયં અહીં આવ્યા હતા. ચાલો જાણીએ આ શિવ મંદિર વિશે.


ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં આજ સુધી રહસ્યો ઉકેલી શકાયા નથી. આ રહસ્યોને કારણે આ જગ્યાઓ લોકોમાં લોકપ્રિય પણ છે. હિમાચલ પ્રદેશનું જટોલા શિવ મંદિર આ સ્થાનોમાંથી એક છે, જેનું રહસ્ય હજુ પણ વણઉકલ્યું છે.

મંદિરની અંદર સ્ફટિકનું શિવલિંગ છે. મંદિરના ઉપરના ભાગમાં 11 ફૂટ ઊંચો સોનાનો કલશ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. જેના કારણે લોકો અહીં ફરવા પણ આવે છે.

આ મંદિર હિમાચલ પ્રદેશના સોલનમાં આવેલું છે. આ મંદિરના દર્શન કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે આ એશિયાના સૌથી ઊંચા મંદિરોમાંથી એક છે.

આ મંદિરમાં પથ્થરો પર ટેપ કરવાથી (મારવાથી) ડમરુનો અવાજ આવે છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિર લગભગ 111 ફૂટ ઊંચું છે. લોકો માને છે કે ભગવાન શિવ સ્વયં અહીં આવ્યા હતા.

આ મંદિરનો પાયો વર્ષ 1974માં નાખવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચે બનેલ આ મંદિરને પૂર્ણ થતા 39 વર્ષ લાગ્યા હતા. દેશ-વિદેશના ભક્તોએ આપેલા દાનથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

































































