Women’s Health : શરમના કારણે મહિલાઓ આ મોટી બીમારી છુપાવે છે, લક્ષણો દેખાય તો સારવાર કરો
યીસ્ટ ઇન્ફેક્શન એ સ્ત્રીઓમાં એક સામાન્ય ફરિયાદ છે, પરંતુ મોટાભાગની સ્ત્રીઓ શરમ અને ખચકાટને કારણે તેના વિશે વાત કરતી નથી અને બિનજરૂરી રીતે નાની સમસ્યાને મોટી બનાવી દે છે. જો યીસ્ટ ઇન્ફેક્શનની સારવાર ન કરવામાં આવે તો કઈ સમસ્યાઓ ઊભી થઈ શકે છે? જાણો

યીસ્ટ ઈન્ફેક્શનની સારવાર સમયસર ન કરવામાં આવે તો અનેક સમસ્યા થઈ શકે છે.

જેમ કે સ્કિન ઈન્ફેક્શન અને રેડનેસ વગેરે, તો ચાલો આજે આપણે યીસ્ટ ઈન્ફેક્શન કેવી રીતે ફેલાય છે. તેના વિશે માહિતી મેળવવીએ.

કોઈ પણ ઉંમરની મહિલાને યીસ્ટ ઈન્ફેક્શન થઈ શકે છે.સ્ત્રીઓમાં યીસ્ટના ચેપને વજાઈનલ કેન્ડિડાયાસીસ પણ કહેવામાં આવે છે.કેટલીક મહિલાઓને આ સમસ્યા વારંવાર થાય છે.

જો યીસ્ટના લક્ષણની વાત કરીએ તો પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ,બળતરા, પેશાબ કરતી વખતે બળતરા થવી. પ્રાઈવેટ પાર્ટમાં સોજો આવવો. વગેરે યીસ્ટના લક્ષણો છે.

યીસ્ટ ઇન્ફેક્શનને કેન્ડિડાયાસીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન હોય છે.જોકે, યીસ્ટ ઇન્ફેક્શનને કોઈપણ રીતે અવગણવું યોગ્ય નથી.

જો યીસ્ટ ઇન્ફેક્શનની સારવાર ન કરવામાં આવે તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે,યીસ્ટ ઇન્ફેક્શનને કારણે ખંજવાળ અને બળતરા થાય છે. આવી સ્થિતિમાં, ખંજવાળથી પોતાને રોકવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

જો સમયસર યીસ્ટની સારવાર ન કરાવી તો, ચેપ પાચનતંત્ર સુધી પહોંચી શકે છે. યીસ્ટ ઇન્ફેક્શનને કારણે પેટનું ફૂલવું, ગેસ અને ઝાડા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. યીસ્ટના ચેપથી આંતરડામાં ચેપ લાગે છે, જે પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ ચેપ યોનિમાર્ગમાં યીસ્ટ (કેન્ડીડા નામની ફૂગ) ની વધુ પડતા સંક્રમણને કારણે થાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































