9.4.2025

Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો

Image -  Soical media 

ઘણા લોકોને છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે સંભાળ રાખવી મુશ્કેલ છે.

છોડ ઉગાડવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરુર છે. પરંતુ ઘરે પીસ લીલી ઉગાડવું સરળ છે.

પીસ લીલી જોવામાં ખૂબ જ સુંદર હોય છે. આ સાથે જ આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખે છે.

પીસ લીલી ઉગાડતી વખતે હંમેશા સીધા સૂર્યની સામે રાખવાનું ટાળો.

પીસ લીલીને એવી માટીમાં ઉગાડો જેમાં પાણી ભરાઈ ન રહે.

અઠવાડિયામાં એકવાર પીસ લીલીના પાંદડા ભીના કપડાથી સાફ કરો.આનાથી પાંદડા પર વધુ ધૂળ જામતી અટકશે.

આ સાથે તેને મહિનામાં એકવાર પ્રવાહી ખાતર આપો જેથી તેને જરૂરી પોષક તત્વો મળી શકે.

પીસ લીલીના છોડને લગભગ 15 મહિનામાં ફૂલો આવે છે.