Vadodara : રફતારનો કેર યથાવત, ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થિનીઓને લીધી એડફેટે, એકનું મોત,જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અકસ્માત ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ પર હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે. વાઘોડિયા ચોકડી પાસે ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને એડફેટે લીધી હતી.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અકસ્માત ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ પર હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે. વાઘોડિયા ચોકડી પાસે ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને એડફેટે લીધી હતી. પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ છે. જો કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ડમ્પર લઈને ફરાર થયો છે. પોલીસે અજાણ્યા ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ પર હિટ એન્ડ રનમાં એકનું મોત
ઉલ્લેખનીય છે કે વાઘોડિયા ચોકડી પાસે ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને અડફેટે લેતા સ્થાનિકો તાત્કાલિક ધોરણે મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
