
ડોક્ટરે બીજું કારણ એ પણ જણાવ્યું કે, પીરિયડ્સ વહેલા આવવાનું એક કારણ સ્થૂળતા પણ હોઈ શકે છે.સ્ટ્રેસનું પણ આનું એક કારણ છે. નાની ઉંમરમાં છોકરીઓને અભ્યાસ પર વધારે પ્રેસર રહે કે પછી માનસિક તણાવમાં રહે છે. તો તેમને જલ્દી પીરિયડ્સ આવી શકે છે. આવા કેસમાં એક કારણ સ્થૂળતા પણ હોય શકે છે.

જો 10 થી 15 વર્ષની ઉંમરમાં પીરિયડ્સસ આવી રહ્યા છે. તે કોઈ બીમારી નથીપરંતુ 7-8 વર્ષની ઉંમરમાં પીરિયડ્સ આવે તેને પ્રિકોશિયસ બ્યુબર્ટી કહેવામાં આવે છે. જેમાં છોકરીઓ ઉંમરમાં મોટી લાગે છે. જો અન્ય કોઈ સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરુરી છે.

માતાઓએ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું. જો તમારે પણ દીકરી છે. તો તેને નાની ઉંમરમાં કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ ન આવવા દો, તેની લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખો. બહારના ફુડનું સેવન ટાળો. સ્થૂળતા ઘટાડવા માટે કસરત અને યોગા કરો,

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)