
તેને દાંડી સાથે પાણીમાં રાખો: પાણી ભરેલા ગ્લાસ અથવા બાઉલમાં ફૂદીનાને ફૂલોની જેમ તેની ડાળખી સહિત રાખો. તેને પોલીથીન અથવા ઝિપ બેગથી ઢાંકીને ફ્રિજમાં રાખો. આ રીતે રાખવાથી ફુદીનાના મૂળ સુકાતા નથી અને તે 8-10 દિવસ સુધી લીલો અને તાજો રહે છે.

ફુદીનાની ચટણી બનાવો અને તેને ફ્રીઝ કરો: જો તમારી પાસે વધારે ફુદીનો હોય તો તેની ચટણી બનાવવો. તેને બરફની પ્લેટમાં મુકીને ફ્રીઝરમાં ફ્રીઝ કરો. જ્યારે પણ જરૂર પડે એક કે બે ક્યુબ કાઢીને તેનો ઉપયોગ કરો. આ ચટણી 1 થી 2 મહિના સુધી પણ બગડતી નથી અને ખાવામાં ઉપયોગ કરવાથી એકદમ તાજી લાગે છે.

સુકવીને હવાચુસ્ત પાત્રમાં રાખો: ફૂદીનાના પાનને છાંયડામાં અથવા માઇક્રોવેવમાં સુકવી લો. પછી તેને ક્રશ કરીને હવાચુસ્ત પાત્રમાં રાખો. તમે તેનો ઉપયોગ સૂકા ફુદીનાના પાવડરના રૂપમાં કરી શકો છો. આ પદ્ધતિ આખા વર્ષ માટે ફાયદાકારક છે અને ફુદીનાનો સ્વાદ અને સુગંધ તેમાં અકબંધ રહે છે.