AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG : માઈનસ 50 ડિગ્રી તાપમાનમાં 15 હજાર ફૂટ ઉંચાઈ પર પહોંચીને આ 8 દિવ્યાંગોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ Photos

દેશના આઠ દિવ્યાંગોની એક ટીમે 'ઓપરેશન બ્લુ ફ્રીડમ' (Operation Blue Freedom) અંતર્ગત સિયાચીન ગ્લેશિયર પર 15632 ફૂટની ઉંચાઈ સુધી પહોંચીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 2:19 PM
Share
જો પુરી લગન અને ઈમાનદારીથી કોઈ કાર્ય કરવામાં આવે તો તેમાં જરૂરથી સફળતા મળે છે, જેને સાચા અર્થમાં આ દિવ્યાંગોની ટીમે સાર્થક કર્યુ છે. જેમને સામાન્ય સ્થિતિમાં ચાલવું પણ મુશ્કેલ લાગે છે, તેમણે 15 હજાર ફૂટ ઉંચા પર્વત પર ચઢીને વિજય હાંસલ કર્યો છે.

1 / 6
આ ઓપરેશનનું નામ 'ઓપરેશન બ્લુ ફ્રીડમ' રાખવામાં આવ્યુ હતુ. જેમાં કેટલાક વિકલાંગ લોકોએ સિયાચીન ગ્લેશિયરની ઉંચાઈ પર પહોંચીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું અને તેને પૂર્ણ કર્યું છે. ભારત સરકારે સિયાચીન ગ્લેશિયરને માપવા માટે અને દિવ્યાંગોની આ ટીમનું નેતૃત્વ કરવા માટે 'કોન્કર લેન્ડ એર વોટર' (CLAW) ને મંજૂરી આપી હતી.

2 / 6
દેશના આઠ વિકલાંગોની આ ટીમે સિયાચીન ગ્લેશિયર પર 15632 ફૂટની ઉંચાઈએ કુમાર પોસ્ટ પર પહોંચીને ઈતિહાસ રચ્યો છે. ઉલ્લેખનીય છે કે,ભારતીય સેનાના વિશેષ દળોના અધિકારીઓએ ઓપરેશન બ્લુ ફ્રીડમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.

3 / 6
સિયાચીન ગ્લેશિયર પર ચડવા માટે પ્રથમ 20 દિવ્યાંગ લોકોને તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અંતિમ અભિયાન ટીમમાં આઠ લોકોની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમે સિયાચીન બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધી આશરે 15,632 ફૂટની ઉંચાઈ પર ટ્રેકિંગ કર્યું છે, જે ખરેખર આશ્ચર્યજનક છે.

4 / 6
વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધભૂમિ ગણાતું સિયાચીન ગ્લેશિયર પૃથ્વીના સૌથી કઠોર વિસ્તારોમાંનું એક છે. જેનું તાપમાન માઇનસ 50 ડિગ્રી સેલ્સિયસ રહે છે. તમને જણાવી દઈએ કે, સિયાચીન ગ્લેશિયર હિમાલયની પૂર્વ કારાકોરમ રેન્જમાં આવેલુ છે, જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા સમાપ્ત થાય છે.

5 / 6
દિવ્યાંગ વ્યક્તિઓની ટીમનું નેતૃત્વ કરનાર ભૂતપૂર્વ પેરા ઓફિસર મેજર વિવેક જેકોબએ દિવ્યાંગોને મદદ કરવા માટે વિશેષ દળોના સંગઠન 'કોન્કર લેન્ડ એર વોટર' (CLAW) ની સ્થાપના કરી છે. જે આ પડકારરૂપ કાર્ય કરવામાં મદદ કરે છે.

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">