Stock Market: આ 4 IPO વર્ષ 2025 માં સોનાની ખાણ જેવા સાબિત થયા! 130% સુધીનું મજબૂત રિટર્ન આપ્યું, તમને કેટલો નફો થયો?
2025નું વર્ષ પ્રાઇમરી માર્કેટ માટે ઐતિહાસિક સાબિત થયું છે. એક તરફ 100થી વધુ IPO લૉન્ચ થયા અને લાખો કરોડોની ફંડિંગ થઈ, જ્યારે બીજી તરફ સેકન્ડરી માર્કેટની સુસ્તી વચ્ચે ઘણા ઈન્વેસ્ટર્સ રિટર્નથી નિરાશ રહ્યા. આ વર્ષે લૉન્ચ થયેલા 106 IPO માંથી ઘણા હજી પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

આ વર્ષે રિન્યુએબલ એનર્જી, હેલ્થકેર, ફાઇનાન્સિયલ અને ન્યુ-એજ ટેક સેક્ટરની કંપનીઓએ પ્રાઇમરી માર્કેટનો પૂરતો લાભ ઉઠાવ્યો. મીશો, ટાટા કેપિટલ, HDB ફાઇનાન્શિયલ સર્વિસેસ, એથર એનર્જી, અર્બન કંપની, ગ્રો, NSDL, ICICI પ્રુડેન્શિયલ અને બ્લૂસ્ટોન જ્વેલરી જેવી મોટી કંપનીઓએ IPO મારફતે ફંડ એકત્રિત કર્યું.

એક રિપોર્ટ મુજબ, કુલ 106 IPO દ્વારા લગભગ 1.8 લાખ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા. જો કે, થોડા જ ઇશ્યૂઓએ રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપી ખુશ કરી દીધા છે.

Stallion India Fluorochemicals: રેફ્રિજરેન્ટ્સ અને સ્પેશિયાલિટી ગેસ બનાવતી Stallion India Fluorochemicals વર્ષ 2025 નો શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર IPO સાબિત થયો છે. જાન્યુઆરીમાં આવેલ આ IPOની કિંમત ₹90 રાખવામાં આવી હતી, જે લિસ્ટિંગ ડે પર 40% ઉછળીને ₹126 પર બંધ થયો. હાલ તેનું છેલ્લું ક્લોઝિંગ પ્રાઈઝ ₹195.35 છે, જે ઇશ્યૂ પ્રાઈઝથી લગભગ 116% વધારે છે.

Aditya Infotech: આદિત્ય ઇન્ફોટેકનો ₹1,300 કરોડનો IPO જુલાઈમાં લોન્ચ થયો હતો. ₹675 ના ઇશ્યૂ ભાવે તેણે લિસ્ટિંગના દિવસે 60% નું જંગી રિટર્ન આપ્યું હતું. આ સ્ટોક હવે ₹1,559.40 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેના ઇશ્યૂ ભાવથી 130% વધુ છે.

Meesho: ઈ-કોમર્સ પ્લેટફોર્મ Meesho એ ન્યૂ-એજ સેગમેન્ટમાં પોતાની ઝલક બતાવી દીધી છે. ડિસેમ્બર (3-5 ડિસેમ્બર) માં Meesho નો IPO રૂ. 111 ના ભાવે 81.76 વખત સબસ્ક્રાઇબ થયો હતો અને લિસ્ટિંગ પર 53% વળતર આપ્યું હતું. હાલમાં આ શેર ઇશ્યૂ પ્રાઈઝથી લગભગ 101% ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

Ather Energy: એપ્રિલમાં લોન્ચ થયેલા એથર એનર્જીના IPO એ લિસ્ટિંગના દિવસે 6% ઘટાડા છતાં લગભગ 106% નું પ્રભાવશાળી વળતર આપ્યું. હાલ શેરની કિંમત ₹702 છે અને ભવિષ્યમાં પણ તેજી જોવા મળશે, તેવી શક્યતા છે.

મલ્ટિબેગર લિસ્ટમાં ફક્ત ચાર નામોએ 100% થી વધુનું રિટર્ન આપ્યું છે. વધુમાં, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ, જૈન રિસોર્સ રિસાયક્લિંગ, પ્રોસ્ટોર્મ ઇન્ફો સિસ્ટમ્સ, ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અને એન્ટોન હેલ્થકેરે 47-73% નું મજબૂત વળતર આપ્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
