સતત ચાર મેચમાં હાર બાદ ગુજરાતે આખરે મેળવી પહેલી જીત, બેંગલોરને હરાવી પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું

WPL 2024માં બુધવારે દિલ્હીમાં રમાયેલ આ સિઝનની 13મી મેચમાં ગુજરાત જાયન્ટસે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 19 રને હરાવ્યું હતું. ગુજરાતની આ સિઝનમાં પહેલી જીત છે. આ પહેલા રમાયેલ ચાર મુકાબલામાં ગુજરાતને હાર મળી હતી. ગુજરાતે આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પણ ખાતું ખોલાવ્યું હતું.

| Updated on: Mar 06, 2024 | 11:31 PM
દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટસ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેમના મુકાબલામાં ગુજરાતે RCB ને 19 રને હરાવ્યું હતું. ગુજરાતે મુંબઈને જીતવા 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે બેંગલોરની ટીમ 180 રન જ બનાવી શકી હતી.

1 / 5
કેપ્ટન બેથ મૂનીના 85 અને લૌરા વોલ્વાર્ડના 76 રનની મદદથી ગુજરાતની ટીમે 20 ઓવરમાં 199 રન ફટકાર્યા હતા. જ્યારે બોલિંગમાં એશ્લે ગાર્ડનરે બે અને કેથરીન બ્રાઈસ-તનુજા કંવરે એક-એક વિકેટ ઝડપી હતી.

2 / 5
RCBને જીતવા માટે 200 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે તેમની ટીમ 20 ઓવરમાં 180 રન જ કરી શકી હતી. RCB તરફથી જ્યોર્જિયા વેરહામે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં સોફી મોલિનેક્સ અને જ્યોર્જિયા વેરહામે એક-એક વિકેટ લીધી હતી.

3 / 5
સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને આ સિઝનની તેમની છઠ્ઠી મેચમાં ત્રીજી હારનો સામનો કરવા પડ્યો હતો.

4 / 5
સતત ચાર મેચમાં હાર બાદ ગુજરાતને જીત મળી હતી. આ મેચમાં જીતની હીરો કેપ્ટન બેથ મૂની જ રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">