AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત જાયન્ટ્સ વુમન

ગુજરાત જાયન્ટ્સ વુમન

ગુજરાત જાયન્ટ્સ એ એક ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છે, ગુજરાત સ્થિત વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માંથી ભાગ લે છે. આ ટીમ અદાણી ગ્રુપની માલિકીની છે. ટીમના કોચ માઈકલ ક્લિન્ગર છે અને બેથ મૂની ટીમની કેપ્ટન છે. ઓક્ટોબર 2022માં બીસીસીઆઈએ માર્ચ 2023માં પાંચ ટીમની મહિલા ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાની જાહેરાત કરી હતી. ટુર્નામેન્ટનું નામ જાન્યુઆરી 2023માં વિમેન્સ પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું હતું, રોકાણકારોએ તે જ મહિના દરમિયાન બંધ બિડિંગ પ્રક્રિયા દ્વારા ફ્રેન્ચાઇઝીના અધિકારો ખરીદ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ કબડ્ડી ટીમના માલિક અદાણી ગ્રૂપે એક ફ્રેન્ચાઈઝીના અધિકારો ખરીદ્યા હતા.

30 જાન્યુઆરી 2023ના રોજ, મિતાલી રાજ ગુજરાત જાયન્ટ્સમાં મેન્ટર તરીકે જોડાઈ. ફેબ્રુઆરી 2023માં રાચેલ હેન્સની ટીમના મુખ્ય કોચ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. WPL માટે ખેલાડીઓનું ઓક્શન 13 ફેબ્રુઆરી 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાત જાયન્ટ્સે તેમની ટીમ માટે 18 ખેલાડીઓને સામેલ કર્યા હતા.

સપોર્ટ સ્ટાફની વાત કરીએ તો મુખ્ય કોચ માઈકલ ક્લિન્ગર છે, બેટિંગ કોચ તુષાર અરોઠે, બોલિંગ કોચ નૂશીન અલ ખાદીર, ફિલ્ડિંગ કોચ ગેવન ટ્વિનિંગ, મેન્ટર મિતાલી રાજ ભુમિકા ભજવી રહી છે.

Read More

Breaking News : WPL 2026 શરુ થતાં પહેલા સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર થઈ,BCCI રિપ્લેસમેન્ટ નહી આપે

WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026ની શરુઆત પહેલા ગુજરાત જાયન્ટસને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ છે. આ ખેલાડીને ગુજરાતે ઓક્શનમાં ખરીદ્યી હતી.

WPL 2026 : 6 કરોડનું ઈનામ, વુમન્સ પ્રીમિયર લીગમાં આવું પહેલી વખત જોવા મળશે

WPL 2026 FAQs : વુમન્સ પ્રીમિયર લીગ 2026ની ચોથી સીઝનની શરુઆત 9 જાન્યુઆરીથી થવા જઈ રહી છે. આ સીઝન 5 ટીમ વચ્ચે રમાશે. જેમાં 28 દિવસમાં કુલ 22 મેચ રમાશે. આ દરમિયાન ડબલ હેડરની મેચ પણ જોવા મળશે.

Breaking News: WPL 2026 નું શેડ્યૂલ જાહેર, પહેલી મેચમાં મુંબઈ-બેંગ્લોર વચ્ચે ટક્કર, વડોદરામાં યોજાશે ફાઈનલ

મહિલા પ્રીમિયર લીગ 2026 નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 9 જાન્યુઆરીથી શરૂ થશે અને ફાઇનલ 5 ફેબ્રુઆરીએ વડોદરામાં યોજાશે. WPL 2026 ની ફાઇનલ મેચ વડોદરામાં યોજાશે.

WPL Auction: 276 ખેલાડીઓમાંથી ફક્ત 67 ખેલાડીઓનું નસીબ ચમક્યું, જાણો કોણ કઈ ટીમમાં થયું સામેલ

મહિલા પ્રીમિયર લીગ 2026 મેગા ઓક્શનમાં પાંચ ટીમોએ સામૂહિક રીતે ભારે ખર્ચ કર્યો. કુલ 276 ખેલાડીઓએ ઓક્શનમાં પ્રવેશ કર્યો, જેમાંથી 67 નસીબદાર રહ્યા. ઘણી યુવા ખેલાડીઓએ પણ ઓક્શનમાં પ્રવેશ કર્યો, અને બધી ટીમોએ મજબૂત ટીમો બનાવી.

WPL Auction 2026 Live Updates: દીપ્તિ શર્માએ ઇતિહાસ રચ્યો, શિખા પાંડે પણ કરોડપતિ બની, આ ખેલાડીઓ હરાજીમાં અમીર બન્યા

WPL ઓક્શન, સતત ત્રણ સિઝન પછી WPL એ આ વખતે મેગા ઓક્શન યોજી, જેમાં 276 ખેલાડીઓએ પર બોલી લાગી. ટીમોએ ભારે ખર્ચ કર્યો, અને ઘણા ખેલાડીઓ લાખો રૂપિયા કમાવવામાં સફળ રહ્યા.

WPL Mega Auction :દિલ્હીમાં આજે ઓક્શનને લઈને રોમાંચ, 277 ખેલાડીઓનું ભાવિ દાવ પર

બીસીસીઆઈએ 2023માં મહિલા પ્રીમિયર લીગની શરુઆત કરી હતી. આઈપીએલની જેમ 3 સીઝનની સાઈકલ પૂર્ણ થયા બાદ મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લીગની પહેલી મેગા ઓક્શન હશે

WPL 2026 Auction : વુમન્સ પ્રીમિયર લીગ મેગા ઓક્શન ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ

WPL 2026 Auction : વુમન્સ પ્રીમિયર લીગ માટે મેગા ઓક્શન દિલ્હીમાં યોજાવાની છે. કુલ 277 ખેલાડીઓ ઓક્શન માટે ઉતરશે, જેમાં 194 ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે. જાણો WPL 2026 ઓક્શન લાઈવ ક્યારે અને ક્યાં જોવી.

WPL 2026 Mega Auction: દીપ્તિ શર્મા-લૌરા વોલ્વાર્ડ સહિત 277 ખેલાડીઓ પર બોલી લાગશે, આ દેશની સૌથી વધુ ક્રિકેટરો

WPL ની પ્રથમ ત્રણ સિઝન પૂર્ણ થયા પછી એક મેગા ઓક્શન થવાની છે, જેમાં ઘણી ખેલાડીઓ ટીમો બદલશે. જોકે, કઈ ખેલાડીઓ કઈ ટીમોમાં જશે તેનો નિર્ણય 27 નવેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી હરાજીમાં લેવામાં આવશે.

WPL 2026 : 4 ખેલાડીઓને હરમનપ્રીત કરતા વધુ પૈસા મળશે, મંધાનાને મળશે 3.5 કરોડ, જાણો સંપૂણ લિસ્ટ

મહિલા પ્રીમિયર લીગની પાંચેય ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ચાલો તમને જણાવીએ કે કઈ ખેલાડીઓને કેટલામાં રિટેન કરવામાં આવી છે. ખાસ વાટ એ છે 4 ખેલાડીઓને હરમનપ્રીત કૌર કરતા વધુ પૈસા મળશે.

WPL 2026 માટે રિટેન્શન લિસ્ટ જાહેર, દીપ્તિ શર્માને ટીમે કરી રિલીઝ, જાણો સંપૂણ લિસ્ટ

મહિલા પ્રીમિયર લીગ (WPL 2026) માટે પાંચેય ટીમોની રિટેન્શન યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અનેક સ્ટાર ખેલાડીઓને રિટેન કરવામાં આવી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે વર્લ્ડ કપ 2025 પ્લેયર ઓફ ધ સિરીઝ બનનાર દીપ્તિ શર્માને તેની ટીમે રિલીઝ કરી દીધી છે. જાણો સંપૂણ લિસ્ટ.

મુંબઈ ઈન્ડિયન્સની WPL 2025માં પહેલી જીત, ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ 2025ની પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. નેટ સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ અને એમેલિયા કરના દમદાર ઓલરાઉન્ડ પ્રદર્શનના દમ પર મુંબઈ ઈન્ડિયન્સે આસાનીથી ગુજરાત જાયન્ટ્સને હરાવી WPL 2025માં પહેલી જીત નોંધાવી હતી.

એલિસ પેરી અને રિચા ઘોષના તોફાનથી ગુજરાત ચકનાચૂર, RCBએ પહેલી જ મેચમાં WPLનો સૌથી વધુ સ્કોર ચેઝ કર્યો

14 ફેબ્રુઆરીએ WPL 2025ની જોરદાર શરૂઆત થઈ હતી. બરોડામાં રમાયેલ સિઝનની પહેલી જ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રેકોર્ડબ્રેક રનચેઝ કરી ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. રિચા ઘોષે સિક્સર ફટકારી RCBને યાદગાર જીત અપાવી હતી.

WPL 2025 : મહિલા પ્રીમિયર લીગ આજથી શરૂ, વડોદરામાં ગુજરાત અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાશે

મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સીઝન 14 ફેબ્રુઆરી એટલે કે, આજથી શરૂ થશે જેમાં ટુર્નામેન્ટની શરૂઆતની મેચ વડોદરા સ્ટેડિયમ ખાતે રમાશે. આ વખતે WPL મેચો દેશના ચાર શહેરોમાં રમાશે, જેમાં ટાઇટલ મેચ 15 માર્ચે મુંબઈના મેદાન પર રમાશે.

WPLની નવી સિઝનમાં શું છે ખાસ? મેચ ક્યાં જોઈ શકશો લાઈવ, જાણો ટુર્નામેન્ટનું A to Z

મહિલા પ્રીમિયર લીગ 2025 (WPL 2025) ગુરુવાર 14 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. પહેલી બે સિઝનના સફળ આયોજન પછી હવે ત્રીજી સિઝન રમવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેચથી થશે. પ્રથમ દિવસે RCBનો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ સામે થશે. પણ શું તમે જાણો છો કે આ વખતે શું ખાસ બનવાનું છે અને ઈનામની રકમ કેટલી હશે? તમે આ કેવી રીતે જોઈ શકો છો? ચાલો તમને નવી સિઝન વિશે બધું જણાવીએ.

Breaking News : WPL 2025નું શેડ્યૂલ જાહેર, BCCIએ પહેલીવાર લીધો આ મોટો નિર્ણય

BCCI એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2025)નું શેડ્યૂલ જાહેર કર્યું છે. લીગની આ ત્રીજી સિઝન છે અને છેલ્લી વખતની જેમ આ વખતે પણ લીગની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયનની મેચથી થશે. પ્રથમ મેચ સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ગુજરાત જાયન્ટ્સ સામે થશે. 32 દિવસમાં 22 મેચો રમાશે.

g clip-path="url(#clip0_868_265)">