રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વુમન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વુમન્સએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છે, જે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ભાગ લે છે. ટીમની માલિકી ડિયાજિયોની છે, જે પુરુષોની ટીમની પણ માલિકી ધરાવે છે. ટીમના કોચ લ્યુક વિલિયમ્સ અને કેપ્ટન સ્મૃતિ મંધાના છે. વિમેન્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું નામ જાન્યુઆરી 2023માં વિમેન્સ પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું હતું, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિક ડિયાજીઓએ ફ્રેન્ચાઇઝીના અધિકારો ખરીદ્યા હતા. ફેબ્રુઆરી 2023માં બેન સોયરની ટીમના મુખ્ય કોચ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. WPLમાટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમની ટીમ માટે 18 ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા હતા. 18 ફેબ્રુઆરી 2023 ના રોજ, સ્મૃતિ મંધાનાને ટીમના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવી. ટીમ ગત્ત ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજમાં ચોથા સ્થાને રહી હતી
આપણે સપોર્ટ સ્ટાફની વાત કરીએ તો ટીમના ઓપરેશન હેડ સૌમ્યદીપ પાયને, ટીમ મેનેજર અને ડૉક્ટર ડૉ. હરિની મુરલીધરન, મુખ્ય કોચ લ્યુક વિલિયમ્સ, સહાયક મુખ્ય કોચ માલોલન રંગરાજન, બેટિંગ કોચ આરએક્સ મુરલી, ફિલ્ડિંગ કોચ વેલ્લાસ્વામી વનિતા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેન્ટર સાનિયા મિર્ઝા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વુમન્સ ટીમનો જર્સીનો રંગ કાળો અને લાલ છે.