ગુજરાતના બોલરે એક ઈનિંગમાં 9 વિકેટ લઈ મચાવ્યો ખળભળાટ, 65 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ગુરુવારે 23 જાન્યુઆરીથી શરૂ થયેલી ઉત્તરાખંડ અને ગુજરાત વચ્ચેની મેચમાં સિદ્ધાર્થ દેસાઈએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે એકલા હાથે 9 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. અમદાવાદમાં ચાલી રહેલી આ મેચમાં તેણે 15 ઓવરમાં માત્ર 36 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. સાથે જ તેણે મોટો રેકોર્ડ પણ તોડ્યો હતો.
ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી સાથે જોડાયેલ તમામ ન્યૂઝ વિશે જાણકારી મેળવવા ક્લિક કરો
Most Read Stories