સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ જુનાગઢ મનપામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે શરૂ થઈ રાજકીય વોર, બંને એ કર્યા જીતના દાવા- Video
જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતો થઈ નથી તેવી રાજકીય વોર શરૂ થઈ ગઈ છે. જુનાગઢ મનપામાં કોંગ્રેસ અને ભાજપ પોતાની જીતના દાવા કરી રહ્યા છે. ભાજપને વિજય મળવાનો આશાવાદ છે તો કોંગ્રેસ બાજી પલટી દેશે તેવો હુંકાર કર્યો છે. સવાલ એ છે કે 18મી ફેબ્રુઆરીએ જ્યારે પરિણામ આવશે ત્યારે પરિવર્તન થશે કે પુનરાવર્તન ?
મંગળવારે રાજ્ય ચૂંટણી આયોગના કમિશ્નર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી અને હવે જ્યારે 16મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે ત્યારે જૂનાગઢમાં પાર્ટીઓ દ્વારા જીતના દાવાઓ થવાના અત્યારથી જ શરૂ થઈ ગયા છે.
કોંગ્રેસ અને ભાજપ બંન્ને જીતના દાવા કરી રહ્યા છે. જુનાગઢ શહેર ભાજપ પ્રમુખે આશા વ્યક્ત કરી છે કે મનપામાં ફરી ભાજપની જીત થશે કારણ કે ભાજપની બોડીએ જુનાગઢ માટે ઘણા સારા કામ કર્યા છે. તેથી ગત વખતની જેમ આ વખતે પણ ભાજપ સારૂં પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ તરફ કોંગ્રસના શહેર પ્રમુખે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની વાત કરી અને સાથે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જ્યારથી મનપા બની ત્યારથી ભાજપનું શાસન છે, લોકો અણઘડ વહીવટને લઈને ત્રાસી ગયા છે. લોકોના પ્રશ્વો પાર્ટી ઉઠાવશે અને બે તૃતિયાંશ બેઠક મેળવશે.
જ્યારે કોંગ્રેસ પ્રમુખે કામ અધૂરા છે અને નથી થયાની વાત કરી તો પૂર્વ ડેપ્યુટી મેયર ગિરિશ કોટેચાએ છેલ્લા 5 વર્ષના કામનો હિસાબ આપતા હોય તેમ ગણાવ્યા હતા. હવે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય આરોપ પ્રત્યારોપ અને આક્ષેપબાજી યથાવત રહેશે એ વાતમાં કોઈ બે મત નથી. 16મી તારીખનું મતદાન અને ત્યારબાદ 18મી તારીખનું પરિણામ નક્કી કરશે કે મહાનગરપાલિકામાં જનાદેશ કોના પક્ષમાં રહે છે. હવે 18મી તારીખના પરિણામમાં જોવું રહ્યું કે 19 લાખ મતદારોનો મિજાજ કેવો રહે છે