ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા
23 Jan 2025
સંસ્કૃત ભારતની પ્રાચીન અને શાસ્ત્રીય ભાષા છે. પરંતુ આજના સમયમાં આ ભાષાના અસ્તિત્વ પર જ સંકટ છે.
સંસ્કૃત ભાષા
સંસ્કૃતને અનેક ભાષાઓનું મૂળ માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં વિદ્વાન લોકો માત્ર સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હતા.
અન્ય ભાષાઓના મૂળ
ભારતમાં ભલે સંસ્કૃત ભાષાનો ઉપયોગ દિન પ્રતિદિન ઘટી રહ્યો છે, પરંતુ દેશમાં એક એવું ગામ આવેલુ છે જ્યાં લોકો માત્ર સંસ્કૃતમાં જ વાત કરે છે.
સંસ્કૃત ભાષામાં કરે છે વાત
વાસ્તવમાં, કર્ણાટકના શિમોગા જિલ્લામાં માત્તુર નામનું એક ગામ છે, જ્યાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે.
માત્તુર ગામ
માત્તુર ગામમાં પ્રવેશતા જ તમને એક અલગ જ અનુભવ થશે. આ ગામના લોકોનો પહેરવેશ પણ એકદમ પારંપરિક હોય છે.
પારંપારિક પહેરવેશ
માત્તુર ગામના ઘરોની દિવાલો પર સંસ્કૃત ગ્રેફિટી જોવા મળે છે. દિવાલો પર मार्गे स्वाच्छताय विराजाते, ग्राम सुजानाह विराजन्ते જેવા પ્રાચીન સૂત્રો દોરવામાં આવ્યા છે.
પ્રાચીન શ્લોક
મત્તુર ગામમાં મુખ્યત્વે સંકેતી સમુદાયના લોકો રહે છે. આ એક બ્રાહ્મણ સમુદાય છે, જેઓ કેરલથી લગભગ 600 વર્ષ પહેલા આ ગામમાં સ્થાયી થયો હતો.
બ્રાહ્મણ સમુદાય
માત્તુર ગામમાં રહેતા બાળકોને પણ વેદશાસ્ત્રનું સારું જ્ઞાન છે. આ બાળકો સંસ્કૃત ભાષામાં પણ ખૂબ સારી રીતે વાત પણ કરે છે.
વેદશાસ્ત્રનું જ્ઞાન
કર્ણાટકના માત્તુર ગામના લોકો ન માત્ર તેમના રોજિંદા જીવનમાં સંસ્કૃતનો ઉપયોગ કરે છે પરંતુ અન્ય લોકોને પણ શીખવે પણ છે.
રોજિંદા જીવનમાં સંસ્કૃત
સંસ્કૃત ભાષાના ઉપયોગને કારણે માત્તુર ગામના લોકોએ સમગ્ર ભારતમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે