AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4,4,6,4,4… સંજુ સેમસને મચાવી તબાહી, ઈંગ્લેન્ડ માટે હેટ્રિક લેનાર બોલરને ધોઈ નાખ્યો

સંજુ સેમસને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. તેણે બીજી જ ઓવરમાં બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગસ એટકિન્સનની ઓવરમાં એક-બે નહીં પાંચ બાઉન્ડ્રી ફટકારીને 22 રન ફટકાર્યા હતા.

| Updated on: Jan 22, 2025 | 10:46 PM
Share
કોલકાતામાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીની શાનદાર બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને માત્ર 132 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. 133 રનના નાના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને ટીમ ઈન્ડિયાને તોફાની શરૂઆત અપાવી હતી.

1 / 5
સેમસને ભારતની ઈનિંગ્સની બીજી ઓવરમાં 22 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગસ એટકિન્સનને બરાબર ફટકાર્યો હતો. સંજુ સેમસન અને અભિષેક શર્માએ ભારતીય ઈનિંગ્સની શરૂઆત કરી હતી. પ્રથમ ઓવરમાં સંજુએ તમામ બોલ રમ્યા અને માત્ર એક રન બનાવ્યો. પરંતુ તેના બેટે બીજી ઓવરમાં તોફાન મચાવ્યું હતું.

2 / 5
ભારતીય દાવની બીજી ઓવર ગસ એટકિન્સને ફેંકી હતી. પરંતુ આ ઓવર એટકિન્સન માટે ખૂબ મોંઘી સાબિત થઈ. સંજુએ એટકિન્સનના પહેલા બે બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રીજો બોલ ડોટ હતો. આ પછી સેમસને ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. સેમસને પાંચમા અને છઠ્ઠા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે સંજુએ એક જ ઓવરમાં કુલ 22 રન બનાવ્યા.

3 / 5
ગસ એટકિન્સન તેની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો. તેની પાસે હજુ પણ આ ફોર્મેટમાં અનુભવનો અભાવ છે. પરંતુ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની જાતને સાબિત કરી છે. તેણે ક્રિકેટના આ સૌથી મોટા ફોર્મેટમાં હેટ્રિક પણ લીધી છે. છતાં તે ભારત સામે ફ્લોપ રહ્યો અને સંજુએ તેને બરાબર ફટકાર્યો હતો.

4 / 5
સેમસને પોતાની ઈનિંગ્સની શાનદાર શરૂઆત કરી હતી પરંતુ તે તેને મોટા સ્કોરમાં બદલી શક્યો નહોતો. ઝડપી શરૂઆત છતાં સંજુ સેમસન વહેલી પેવેલિયન પરત ફર્યો હતો. સંજુએ 20 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચરે તેને તેના જ બોલ પર એટકિન્સનના હાથે કેચ કરાવ્યો હતો. (All Photo Credit : PTI)

5 / 5

સંજુ સેમસન, અભિષેક શર્મા, અર્શદિપ સિંહ સહિત ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરો સાથે જોડાયેલ તમામ ખબરો વાંચવા ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">