AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાદ અજય ઈન્ફ્રાએ બનાસકાંઠામાં રેલવે બ્રિજમાં પણ કરી ગોલમાલ, નબળો બ્રિજ બનાવી રેલવેને કરાવ્યુ 100 કરોડનું નુકસાન

બનાસકાંઠામાં અજય ઈન્ફ્રા દ્વારા બનાવેલા રેલવે બ્રિજમાં મોટા પાયે કૌભાંડનો પર્દાફાશ થયો છે. નબળી ગુણવત્તાના બાંધકામને કારણે રેલવેને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે. અગાઉ અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં પણ આ જ કંપનીને ટેન્ડર અપાયુ હતુ. તેમા પણ નબળી ગુણવત્તાનું કામ કરતા કંપનીને બ્લેક લિસ્ટ કરાઈ હતી. આ ઘટના બાદ કંપની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2025 | 6:00 PM
Share

કૌભાંડીઓ ક્યારેય સુધરે નહી. એક વાર આદત પડી જાય એટલે તેમના કારસ્તાન વધતા જ જાય. તમે કલ્પના કરો કે એક કંપની રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બે બ્રિજ બનાવે છે અને બંન્ને તકલાદી. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજમાં કરોડોનું આંધણ કર્યા બાદ પણ આ જ બ્લેક લિસ્ટેડ કંપની અજય ઈન્ફ્રાનું વધુ એક કાંડ સામે આવ્યુ છે. અજય ઈન્ફ્રાએ બનાસકાંઠામાં રેલવે બ્રિજના નામે તકલાદી બ્રિજ બનાવ્યો અને 10 વર્ષમાં તો નબળી કામગીરીનો પર્દાફાશ થઈ ગયો.

આ બ્રિજને જુઓ મોટા મોટા સળીયા દેખાય રહ્યા છે ને ? આ બ્રિજ છે બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી ઉપર બનાવેલો રેલવે બ્રિજ. અહિંથી અનેક ટ્રેન પસાર થાય છે અને બ્રિજની સ્થિતિ ખસ્તાહાલ છે. વર્ષ 2023માં ઉંબરી ગામ નજીક નદીનાં પટમાં રેલવે પુલના પીલર નીચેથી રેતી નીકળતાં આખુ કૌભાંડ બહાર આવ્યું હતું અને રેલવેના વિજિલન્સ વિભાગની તપાસ બાદ વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસ ચર્ચગેટ મુંબઈ દ્વારા અજય એન્જિનિયર્સ સામે FIR કરવા સૂચના અપાઈ હતી જેના આધારે અમદાવાદ ડે. ચીફ ઇજનેર અશોકકુમાર સિંગએ સોમવારે શિહોરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

રેલવે બ્રિજ તકલાદી હોવાનો રેલવેના વિજિલન્સ રિપોર્ટમાં ખૂલાસો થયો હતો અને આ વાતથી ખળભળાટ મચી ગયો છે. એજન્સીએ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરી સ્ટીલ, સિમેન્ટ કોંક્રિટ સહિતનું મટિરિયલ યોગ્ય માત્રામાં નહીં વાપર્યું હોવાનું અને બીમ પણ ઓછી ઊંડાઇના હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ચોપડે છેતરપિંડીની ફરિયાદમાં હલકી ગુણવત્તાના પાઈલ્સ એટલે કે બીમ બનાવતાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના જીવને મોટું નુકસાન થાય તેવું જોખમ ઊભું કરવા સાથે રેલવેને 100 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ મૂકાયો છે.

બ્રિજની ડિઝાઇનમાં કરેલ છેડછાડ સાથે નબળાં બાંધકામથી બ્રિજની વજન કરવાની ક્ષમતા મૂળ હેતુથી ઓછી છે. જેના કારણે આખે આખો બ્રિજ ગમે ત્યારે ધસી જાય એટલે જોખમી કહેવાય. બ્રિજની ગુણવત્તામાં અનેક ક્ષતિ સામે આવી છે. પાઈલ ફાઉન્ડેશન માટે ઉપયોગમાં લેવાતા M35 ગ્રેડના કોંક્રિટની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યુ છે. પાઇલમાં ટ્રેમી દ્વારા કોંક્રિટ રેડવામાં આવ્યું નહોતું. બ્રિજની બનાવટમાં મોટા પ્રમાણમાં માટી, કાદવ અને રેતી જોવા મળી. આ ઉપરાંત બેન્ટોનાઈટનો ઉપયોગ ઊભી દીવાલોને કોંક્રિટિંગ સુધી ટેકો આપવા કરાયો નથી. પાઇલ બોરિંગ અને કોંક્રિટિંગ પૂર્ણ કરવામાં એક દિવસ વિલંબ કર્યો, જેથી ડ્રિલિંગ મડની ગેરહાજરીમાં બાજુઓમાંથી ખૂંટો પડી ગયો

પાઇલોની ઊંડાઈ એજન્સીને ચૂકવવામાં આવેલા જથ્થા કરતાં ઓછી છે. MS લાઇનરની ઊંડાઈ 12.3 મીટર હોવી જોઈએ, જે જે 10 મીટર કરતાં ઓછી જોવા મળી છે. પાઇલમાં 10 એમએમ ડાયા રિંગ્સ જરૂરી અંતરે એકસરખું નથી. પાઇલોમાં વર્ટિકલ ડેવીએશન કોડમાં નિર્ધારીત માપદંડ કરતાં વધુ હોવાનું જણાય છે. પાઇલ કેપના સ્તરોને ઠીક કરવામાં યોગ્ય કાળજી લેવાઈ નહીં. એજન્સીને ચૂકવેલા જથ્થાની તુલનામાં સિમેન્ટ તેમજ રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલના બિલોમાં વિસંગતતા જોવા મળી. એજન્સીએ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યું. કામના અમલ દરમિયાન માન્ય ડ્રોઇંગનું પાલન કર્યું નહી

અહિં એ જાણવું જરૂરી છે કે વર્ષ 2011માં પાટણ-ભીલડી રેલવે લાઇનનું કામ ચાલુ હોઇ ઉંબરી ગામે બનાસ નદીના પટમાં બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ વેસ્ટર્ન રેલવે દ્વારા અજય એન્જિ.-ઇન્ફ્રા પ્રા.લી નામની કંપનીને અપાયો હતો. જે કામ 2013માં પૂર્ણ કરાયું હતું. જેના 10 વર્ષ બાદ ઓગસ્ટ, 2023માં બનાસ નદીમાં પૂર આવતાં રેલવે બ્રિજ ઉપરથી દબાઇ ગયો હતો. જે બાદ મુંબઇ સ્થિત વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ બાદ એપ્રિલ 2024માં રેલવે બ્રિજના પિલ્લરોની જમીનની અંદર પાઇલ ખુલ્લી થઇ ગઈ હોવાથી જુદી જુદી 11 ખામીઓ દર્શાવાઇ હતી.

આ કૌભાંડ બહાર આવ્યા બાદ સવાલ એ છે કે અજય ઈન્ફ્રાએ આવા કેટલા કાંડ કર્યા છે ? કેટલા કરોડનો સરકારને ‘ચૂનો’ લાગ્યો છે ? આ કંપની પર કોના આશીર્વાદ છે ? આ સવાલો થવા ખુબ જ મહત્વના છે કારણ કે હમણાં જ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પણ આ જ કંપનીઓ નબળી ગુણવત્તાનો બ્રિજ બનાવી મસમોટુ કૌભાંડ કર્યુ છે અને હવે ફરી નવા એક બ્રિજમાં કૌભાંડ કરાયું છે. આ સ્થિતિમાં આગળ જતા કંપનીના સંચાલકો સામે કેવા કાયદેસરના પગલા લેવાય છે તે જોવું રહ્યું.

Input Credit- Dinesh Thakor- Banaskantha

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">