India vs England 1st T20 : ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ઈંગ્લેન્ડ બેટિંગ ફર્સ્ટ
India vs England 1st T20 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની શરૂઆત કોલકાતા ઈડન ગાર્ડન્સમાં થઈ હતી. પહેલી મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો હતો અને મહેમાન ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા અને પૂર્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વચ્ચે ફરી એકવાર T20 નો જંગ શરૂ થયો છે. આ વખતે ભારતમાં પાંચ મેચની સિરીઝમાં બંને ટીમો વચ્ચે ખરાખરીનો મુકાબલો જોવા મળશે.

પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટન ટોસ માટે મેદાનમાં હાજર રહ્યા હતા.

પહેલી T20 મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

મેચના એક દિવસ પહેલા જ ઈંગ્લેન્ડની ટીમ જાહેર થઈ ચૂકી હતી, જ્યારે ટોસ બાદ સૂર્યાએ ભારતીય ટીમની પ્લેઈંગ 11 જાહેર કરી હતી. લાંબા સમય બાદ ટીમમાં કમબેક કરનાર મોહમ્મદ શમીનને પ્લેઈંગ 11માં સ્થાન ન મળ્યું.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતામાં રાત્રે 8 વાગ્યા પછી ઝાકળ પડે છે, શક્ય છે કે સૂર્યાએ આ કારણે આ નિર્ણય લીધો હોય.

ભારતની પ્લેઈંગ 11 : અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી

ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11 : બેન ડકેટ, ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ (All Photo Credit : PTI)
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફરી પાંચ મેચની T20 સિરીઝ સહિત ક્રિકેટ સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે વાંચવા કરો ક્લિક

































































