મહારાષ્ટ્રમાં જન્મ થયો સાસરિયું છે સાઉથમાં, સુપરસ્ટાર સાથે લગ્ન કર્યા પછી ઈન્ડસ્ટ્રી છોડી દીધી, અભિનેત્રીનો પરિવાર જુઓ
આજે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમણે બોલિવુડમાં કામ કર્યું સાઉથના સુપરસ્ટાર સાથે લગ્ન કર્યા બાદ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું. આજે લગ્ઝરી લાઈફ જીવે છે નમ્રતા શિરોડકર

મિસ ઈન્ડિયામાંથી અભિનેત્રી બનેલી નમ્રતા શિરોડકર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા પછી તેણીએ અભિનય છોડી દીધો. 53 વર્ષની ઉંમરે પણ આ અભિનેત્રી પોતાની ફિટનેસ અને લુક્સ માટે ચર્ચામાં રહે છે.

બોલિવુડમાં હિટ ફિલ્મો આપનાર અભિનેત્રીનું સાસરીયું છે સાઉથમાં, આવો છે પરિવાર

તે માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેની લવસ્ટોરીના કારણે પણ ચર્ચામાં રહી હતી. તેમના પતિ મહેશ બાબુ તેલુગુ સિનેમાના મોટા સુપરસ્ટાર છે. આજે નમ્રતાના જન્મદિવસ પર, ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો,

નમ્રતા શિરોડકરનો જન્મ 22 જાન્યુઆરી 1972ના રોજ મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો.તે અભિનેત્રી શિલ્પા શિરોડકરની મોટી બહેન છે,અને ફેમસ મરાઠી અભિનેત્રી મીનાક્ષી શિરોડકરની પૌત્રી છે, જેમણે બ્રહ્મચાર માં અભિનય કર્યો હતો.

શિરોડકર એક મોડેલ તરીકે કામ કરતી હતી, અને 1993માં તેને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને છઠ્ઠા સ્થાને રહી હતી.

મિસ ઈન્ડિયાથી અભિનેત્રી બનેલી નમ્રતા શિરોડકર આજે 22 જાન્યુઆરીના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. મુંબઈમાં જન્મેલી નમ્રતા હાલ તો લાઈમલાઈટથી દુર રહે છે. વર્ષ 1993માં તેમણે મિસ ઈન્ડિયાનો તાજ પહેર્યો હતો. મોડલિંગ કર્યું અને નમ્રતાએ ફિલ્મોમાં પણ એન્ટ્રી કરી હતી.

નમ્રતા કચ્ચે ધાગે, વાસ્તવ ધ રિયલિટી અને પુકાર જેવી ફિલ્મોમાં પોતાના કામ માટે જાણીતી છે. હેરાફેરી, અસ્તિત્વ, દિલ વિલ પ્યાર વ્યાર, LOC કારગિલ અને બ્રિટિશ સિનેમા બ્રાઈડ એન્ડ પ્રેજુડિસમાં પણ જોવા મળી હતી.

નમ્રતા શિરોડકરના લગ્ન તેલુગુ સિનેમાના અભિનેતા મહેશબાબુ સાથે થયા છે. બંન્ને 2 બાળકોના માતા પિતા છે. દીકરાનું નામ ગૌતમ કૃષ્ણ અને દીકરીનું નામ સિતારા છે.1998માં નમ્રતાએ સલમાન ખાનની સાથે ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈથી ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મમાં તેનો નાનો રોલ હતો.

બોલિવુડ બાદ નમ્રતાએ સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી કરી વર્ષ 2000માં તેલુગુ ફિલ્મ વામસીના શૂટિંગ દરમિયાન તેની મુલાકાત સાઉથના સુપરસ્ટાર મહેશબાબુ સાથે થઈ હતી. બંન્નેએ 5 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 2005માં લગ્ન કર્યા હતા.

નમ્રતા શિરોડકર આજે પણ એટલી જ સુંદર દેખાય છે જેટલી પહેલા હતી. મહેશ બાબુની પત્ની 53 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ લાગે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ પોતાના જીવનના નાના-મોટા અપડેટ્સ શેર કરતી રહે છે.

તેનો લુક પણ પહેલા કરતા ઘણો બદલાઈ ગયો છે. પોતાની ગ્લેમરસ દુનિયાથી દૂર, નમ્રતા ઘણીવાર પોતાનો નો-મેકઅપ લુક શેર કરે છે. તમને જણાવી દઈએ કે, નમ્રતાની બહેન શિલ્પા શિરોડકર પણ બોલિવુડ અભિનેત્રી રહી ચૂકી છે. હાલમાં નમ્રતા બિગ બોસ 18માં જોવા મળી હતી.

આ ઉપરાંત, નમ્રતા હાલમાં નિર્માતા તરીકે સક્રિય છે. તેમણે 'મેજર' ફિલ્મનું નિર્માણ કર્યું હતું જે વર્ષ 2022 માં રિલીઝ થઈ હતી.તેમણે મોટા સુપરસ્ટાર સાથે કામ કર્યું, છતાં તેમનું કરિયર કંઈ ખાસ રહ્યું નથી.

જો આપણે તેની નેટવર્થ વિશે વાત કરીએ, તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 50 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.

હૈદરાબાદમાં તેમનો એક આલીશાન બંગલો છે, જેમાં તે તેમના પતિ અને બાળકો સાથે રહે છે. આ ઉપરાંત, તેમની પાસે અનેક લક્ઝરી કાર પણ છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































