Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ-રેસ્ટોરન્ટમાં હવેથી ST બસ નહીં ઊભી રહે, GSRTCએ 27 લાયસન્સ રદ કર્યા

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ-રેસ્ટોરન્ટમાં હવેથી ST બસ નહીં ઊભી રહે, GSRTCએ 27 લાયસન્સ રદ કર્યા

Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 23, 2025 | 7:59 PM

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને મળેલ લેખિત ફરિયાદને આધારે, 27 હોટલ-રેસ્ટોરન્ટ પર હવેથી એસટી બસ ઊભી નહીં રાખવાનો નિર્ણય કર્યો છે. આ હોયલ અને રેસ્ટોરન્ટ એવી હતી,કે જેમનુ લાયસન્સ હિન્દુ કે ભળતા નામે લીધુ હોય અને તેનુ સંચાલન અન્યો દ્વારા કરાતુ હોય.

ગુજરાતના ધોરી માર્ગ પર વ્યવસાય કરવા માટે લોકો કેવી છટકબારી અજમાવતા હોય છે તેનો એક દાખલો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે પૂરો પાડ્યો છે. ગુજરાતના વિવિધ હાઈવે પર આવેલ ખાનગી હોટલ-રેસ્ટોરન્ટમાં ઊભા રહેવા માટે એસટી બસને જીએસઆરટીસી અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હાઈવે પરની કેટલીક હોટલ- રેસ્ટોરન્ટના માલિકો હિન્દુના નામે સંબધિત વિભાગમાંથી લાયસન્સ મેળવીને અન્યો દ્વારા ચલાવવામાં આવતી હોવાનું જીએસઆરટીસી દ્વારા ચલાવાયેલી ડ્રાઈવમાં સામે આવ્યું છે.

આ અંગે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને અનેક લોકો તરફથી લેખિત ફરિયાદો મળી હતી. આ ફરિયાદને અન્યવે, એસટી વિભાગે, સમગ્ર રાજ્યમાં 27 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ ખાતે બસ થોભાવવાની મંજૂરી રદ કરી દીધી છે.

એસટી વિભાગ દ્વારા લાંબા અને ટૂંકા અંતરની બસને કેટલાક નિર્ધારિત હોટલ અને રેસ્ટોરન્ટ ઉપર ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવેલ છે. GSRTC દ્વારા વડોદરા શહેર જિલ્લાની 6 હોટલ, રાજકોટ 2 , પાલનપુર 3, ગોધરા 2, નડિયાદ 2, અમદાવાદ 1, ભરૂચની 4 સહીત કુલ 27 હોટલો  ખાતે બસને ઊભી રાખવા માટેના પરવાના રદ કરી દેવાયા છે.

અગાઉ ઉત્તરપ્રદેશ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં આવા એકમોના બોર્ડ ઉપર માલિકનું નામ લખવું ફરજીયાત કરાયું હતું. ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતે પણ આ પ્રકારે ગ્રાહકોની લાગણી સાથે છેતરપિંડી કરનારા સામે પગલાં લેવાની શરૂઆત કરી છે.

g clip-path="url(#clip0_868_265)">