Guava Chutney Recipe : જામફળની ચટણી બનાવવાની સરળ રીત, રોટલી સાથે શાકની જરુર નહીં પડે

શિયાળામાં જામફળ સરળતાથી બજારમાં મળી જતા હોય છે. ત્યારે તમે જામફળમાંથી અવનવી વાનગી બનાવી શકો છો. તો આજે જામફળની એકદમ યુનિક વાનગીની રેસિપી જણાવીશું.જે નાનાથી લઈ મોટા લોકો સુધી બધા જ લોકોને પસંદ આવશે.

| Updated on: Jan 23, 2025 | 2:42 PM
જામફળ એક એવું ફળ છે. જે સ્વાદિષ્ટની સાથે જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. જામફળમાં વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ સહિતના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તો આજે જાણીશું જામફળની ચટણી ઘરે કેવી રીતે બનાવી શકાય.

1 / 5
જામફળની ચટણી બનાવવા માટે જામફળ, લીલા મરચા, આદુ, જીરું, લીલા ધાણા, લીંબુનો રસ, મીઠું, કાળા મરી, પાણી સહિતની સામગ્રીની જરુરત પડશે.

2 / 5
જામફળની ચટણી બનાવવા સૌથી પહેલા જામફળને ધોઈને છાલ કાઢી લો. ત્યારબાદ તેમાં બીજ કાઢી તેના નાના ટુકડા કરી લો. આ પછી ઝીણા કાપેલા જામફળમાં લીલા મરચા, આદુ, લીલા ધાણા, લીંબુનો રસ, મીઠું અને કાળા મરી ઉમેરો.

3 / 5
મિક્સર જારમાં એકત્ર કરેલી તમામ સામગ્રીને પીસી લો. ધ્યાન રાખો કે ચટણી બહુ જાડી તે પાતળી ન હોવી જોઈએ. આ ચટણીને એક બાઉલમાં કાઢી પીરસી શકો છો. તેમજ તેને ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો.

4 / 5
તમે જામફળની ચટણીને પરાઠા, પુરી , દહીં કે ભાત સાથે પણ ખાઈ શકો છો. તેમજ તમે આ ચટણીને બ્રેડ પર લગાવીને પણ ખાય શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">