AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરવ ગાંગુલીનો 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડનાર 10મા ધોરણનો બાળક અંકિત ચેટર્જી કોણ છે?

જ્યારે બધાની નજર રોહિત શર્મા, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર્સ પર હતી, ત્યારે 23 જાન્યુઆરીથી ફરી શરૂ થયેલી રણજી ટ્રોફી મેચના પ્રથમ દિવસે, લાઈમલાઈટથી દૂર એક 15 વર્ષીય સ્કૂલના છોકરાએ ખૂબ જ ખાસ પ્રદર્શન કર્યું હતું. સાથે જ તેણે ગાંગુલીનો 35 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

| Updated on: Jan 23, 2025 | 7:18 PM
Share
રણજી ટ્રોફી 2024-25 સિઝનમાં જ્યારે બધાનું ધ્યાન સ્ટાર ભારતીય ખેલાડીઓ પર કેન્દ્રિત હતું, ત્યારે એક 15 વર્ષના બાળકે અદભૂત રેકોર્ડ બનાવ્યો. આ છોકરાનું નામ અંકિત ચેટર્જી છે, જેણે અનુભવી બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો.

1 / 5
રણજી ટ્રોફી ગ્રુપ સ્ટેજમાં બંગાળ અને હરિયાણાની મેચમાં પશ્ચિમ બંગાળના અંકિત ચેટર્જીએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. હકીકતમાં, મેદાન પર પગ મૂકતાની સાથે જ અંકિત બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો હતો.

2 / 5
ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવનાર અંકિત 23 જાન્યુઆરી 2025ના રોજ માત્ર 15 વર્ષ અને 361 દિવસનો હતો, જ્યારે તેણે આ સિદ્ધિ મેળવી હતી. તેણે બંગાળના મહાન બેટ્સમેન અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો.

3 / 5
સૌરવ ગાંગુલીએ 35 વર્ષ પહેલા 1990ની રણજી ટ્રોફી ફાઈનલમાં 17 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું અને રેકોર્ડ બનાવવાની સાથે તે બંગાળની ટાઈટલ જીતનો પણ ભાગ હતો. હવે અંકિતે તેનો રેકોર્ડ તોડ્યો છે. ખાસ વાત એ છે કે અંકિતે આ પરાક્રમ તેના જન્મદિવસ (27 જાન્યુઆરી) ના માત્ર 4 દિવસ પહેલા કર્યું હતું.

4 / 5
અંકિત હાલમાં બંગાળની એક શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેણે તાજેતરમાં વિનુ માંકડ ટ્રોફીમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ દરમિયાન તેણે 42ની એવરેજથી 376 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, 2024માં કૂચ બિહાર ટ્રોફીમાં તેના બેટથી સમાન રન બનાવ્યા હતા, જ્યાં તેણે 41ની સરેરાશથી 325 રન બનાવ્યા હતા. (All Photo Credit : X / INSTAGRAM)

5 / 5

ભારતમાં યોજાતી સૌથી મોટી ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી સાથે જોડાયેલ તમામ સમાચાર જાણવા કરો ક્લિક

g clip-path="url(#clip0_868_265)">