બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Video
જૂનાગઢના બીલખા પાસે એક સિંહણે શેખવા-વીરપુરની ઉતાવળી નદીમાં 15 ફૂટ ઉંડા પાણીમાં કુદીને બકરાનો શિકાર કર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સિંહણ બકરાનો શિકાર કરીને નદી પાર કરતી દેખાઈ રહી છે. આ ઘટનાએ લોકોમાં ચર્ચા જગાવી છે.
જૂનાગઢના સાસણ ગીરમાં મોટી સંખ્યામાં સિંહ વસવાટ કરે છે. ઘણી વખત તો સિંહના રહેણાંક વિસ્તારમાં આવી જવાના અથવા તો રસ્તા પર પરિવાર સાથે લટાર મારવાના અને શિકાર કરીને મેજબાની માણવાના વીડિયો સામે આવતા રહે છે. ત્યારે જૂનાગઢમાં સિંહણનો આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે.
જૂનાગઢના બીલખા પાસે સિંહણના શિકારનો વીડિયો વાયરલ થયો છે. બીલખા પાસે એક નદી છે. સિંહણ 15 ફૂટ પાણી ભરેલુ હોય તેવા આ નદી તરફ આવે છે. અહીં સિંહણ શિકારની શોધમાં આવી ચઢે છે અને બકરાના શિકાર માટે નદીમાં 15 ફૂટ પાણીમાં કુદે છે. જે પછી શેખવા-વીરપુરની ઉતાવળી નદીમાં સિંહણે બકરાનો શિકાર પણ કર્યો. બકરાનો શિકાર કરીને નદી પાર કરતી સિંહણનો વીડિયો વાયરલ થયો છે.
Latest Videos