શું શેખ હસીનાને પણ મળી શકે છે ભારતીય નાગરિકતા ? જાણો નેતાઓ માટે શું છે નિયમ
બાંગ્લાદેશમાં ગયા વર્ષે વિરોધના પગલે શાસક પક્ષના નેતા અને દેશના વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો અને ભારતમાં શરણ લીધી.ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું શેખ હસીનાને ભારતીય નાગરિકતા મળશે ? ત્યારે આ લેખમાં જાણીશું કે, દેશમાં શરણ લેનારા નેતાઓને નાગરિકતા કેવી રીતે મળે છે અને તેની સમગ્ર પ્રક્રિયા શું છે.

ગયા વર્ષે 4 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા થઈ હતી. આ હિંસા એટલી બધી ભડકી ઉઠી કે શાસક પક્ષના નેતા અને દેશના વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો અને ભારતમાં શરણ લીધી.

ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું શેખ હસીનાને ભારતીય નાગરિકતા મળશે ? ત્યારે આ લેખમાં જાણીશું કે, દેશમાં શરણ લેનારા નેતાઓને નાગરિકતા કેવી રીતે મળે છે અને તેની સમગ્ર પ્રક્રિયા શું છે.

વિદેશથી ભાગીને આવેલા નેતાઓ માટે ભારતમાં નાગરિકતા મેળવવાની પ્રક્રિયા ભારતીય નાગરિકતા કાયદા અને સંબંધિત જોગવાઈઓ હેઠળ થાય છે. નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ ભારતમાં નાગરિકત્વ મેળવવા માટે વિવિધ જોગવાઈઓ છે.

કોઈપણ વિદેશીને ભારતીય નાગરિકતા મેળવવા માટે ઘણા માપદંડો પાર કરવા પડે છે. જો કે, ભારતમાં નાગરિકતા જન્મ, વંશ, નોંધણી અને નેચરલાઈઝેશન દ્વારા આપવામાં આવે છે. પરંતુ ખાસ કિસ્સાઓમાં નાગરિકતા મેળવવા માટેની પ્રક્રિયાઓ અલગ અલગ હોય છે.

આમાંથી પહેલું રાજકીય આશ્રય છે, જો કોઈ વિદેશી નેતા ભારતમાં રાજકીય આશ્રય માંગે છે અને તેને ભારત સરકારની મંજૂરી મળે છે, તો તેને ભારતમાં રહેવાની અને નાગરિકતા પ્રાપ્ત કરવાની મંજૂરી મળી શકે છે.

જો કોઈ વ્યક્તિના નાગરિકત્વ મેળવવાથી ભારતના હિતોને ફાયદો થશે અથવા આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત થશે, તો સરકાર ખાસ નિર્ણય લઈ શકે છે અને તેને નાગરિકત્વ આપી શકે છે.

ભારત સરકારની વિદેશ નીતિ અનુસાર, કોઈ નેતા કે વિદેશી નાગરિક ભારતમાં રાજકીય આશ્રય માંગે છે, તો તેનો નિર્ણય કેસ-ટુ-કેસ આધારે લેવામાં આવે છે. આ નિર્ણય ભારતની સુરક્ષા ચિંતાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વ્યક્તિના રાજકીય કે સામાજિક ઇતિહાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે. નોલેજની વધારે સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો.






































































