રણજી ટ્રોફી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સ્થપાયેલી રણજી ટ્રોફીનું નામ ભારતના પ્રથમ ટેસ્ટ ક્રિકેટર રણજિત સિંહના નામ પરથી રાખવામાં આવ્યું હતુ, જેઓ ઈંગ્લેન્ડ અને સસેક્સ માટે રમ્યા હતા. રણજિત સિંહ, જેને ‘ભારતીય ક્રિકેટના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં ક્યારેય ભારત માટે રમ્યE નથી.
રણજી ટ્રોફીને અલગ-અલગ પ્રાદેશિક ટીમો દ્વારા એકબીજા સામે રમાતી સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ શ્રેણી તરીકે ગણવામાં આવે છે.
1934માં જાહેરાત થયા બાદ શ્રેણીની પ્રથમ મેચ 1934-1935માં રમાઈ હતી. ટ્રોફી એનાયત પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ દ્વારા કરવામાં આવી હતી. રણજી ટ્રોફીએ વર્ષોથી લોકપ્રિયતા મેળવી છે અને આધુનિક સમયમાં ઈંગ્લેન્ડમાં સ્થાનિક ક્રિકેટનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.