Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી, AMCએ અધૂરા છોડ્યા 10 મોટા પ્રોજેક્ટ્સ- Video

અમદાવાદ મહાનગરપાલિકાના છેલ્લા બે બજેટમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા, પરંતુ તેમાંથી ઘણા અધુરા રહ્યા છે. નાગરિકોએ ભરેલા ટેક્સના બદલામાં સ્માર્ટ સુવિધાઓ મળી રહી નથી. વિકાસના નામે માત્ર વાયદા કરવામાં આવે છે, પરંતુ કામ પૂર્ણ થતું નથી. આ અહેવાલમાં અમદાવાદના 10 મુખ્ય અધુરા પ્રોજેક્ટ્સ અંગે જણાવશુ.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2025 | 6:42 PM

વિકાસ…. વાયદા… વાતો અને વિવાદ. ચારેય શબ્દો હાલ અમદાવાદ શહેરની ગલીએ ગલીએ ગૂંજી રહ્યા છે. તેની પાછળનું કારણ છે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોની અણઆવડત. છેલ્લા બે બજેટમાં મનપાના સત્તાધીશો મોટા મોટા પ્રોજેક્ટની જાહેરાત તો કરી દે છે પરંતુ નવું બજેટ જાહેર થવાને થોડો સમય બાકી છે. છતાં હજુ સુધી મોટા પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા નથી થઈ. ત્યારે સ્માર્ટ સિટીના સ્માર્ટ નાગરિકોએ ભરેલા સ્માર્ટ ટેક્સના બદલામાં તેઓને સ્માર્ટ સુવિધા ક્યારે મળશે? બસ આ સવાલ દરેક શહેરીજનના મનમાં થઈ રહ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધિશો વિકાસના નામે માત્ર વાતો કરે છે. દરેક બજેટ વખતે જનતાને મોટા-મોટા સપના દેખાડવામાં આવે છે. પરંતુ સત્તાધિશોએ કરેલા દરેક વચનો તેઓ પુરા કરતા નથી. ત્યારે સવાલ એ છે કે શું વિકાસના નામે માત્ર વહીવટ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ શહેરની છે. જેનુ બજેટ પણ એટલુ જ તગડુ ફાળવવામાં આવે છે અને સત્તાધિશો બજેટની વાહવાહી પણ અપાર કરે છે. પરંતુ હકીકત છે કે સત્તાધિશો વિકાસના નામે માત્ર વચનો અને મોટી મોટા વાતો કરે છે. શહેરના એવા 10 મોટા પ્રોજેક્ટ છે જેના AMCએ માત્ર વાયદા જ કર્યા છે. પરંતુ કામ પુરા કર્યા નથી.

ગુજરાત રાજ્યમાં અમદાવાદ મહાનગરપલિકાનું સૌથી મોટું બજેટ જાહેર થાય છે. પરંતુ તે બજેટ પ્રમાણે નાગરિકોને જે વાયદા કરવામાં આવે છે. તે પ્રોજેક્ટ પુરા કરવામાં AMC ઉણુ ઉતરી શકતું નથી. AMCનું વર્ષ 2025-26 નું વાર્ષિક બજેટ હવે 13 હજાર કરોડની આસપાસ રજુ થશે. પરંતુ પાછલા બે વર્ષના બજેટમાં નાગરિકોને જે વાયદા કર્યા તેના 10 મોટા પ્રોજેક્ટ માત્ર વાયદા સમાન જ રહ્યા અને નાગરિકોને તેનો લાભ પણ મળ્યો નથી. તેવો આક્ષેપ AMC વિપક્ષ નેતાએ કર્યો છે.

આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

હવે એક નજર એવા 10 પ્રોજેક્ટ પર કરીએ જેના પાછલા બે વર્ષ 2023-24 અને વર્ષ 2024-25ના બજેટમાં વાયદા તો કરવામાં આવ્યા પરંતુ તે પ્રોજેક્ટનું ખાતમૂર્હુત પણ નથી થયું.

પ્રોજેક્ટ

બજેટમાં ફાળવેલ રકમ

દરેક વોર્ડ દીઠ 2 વાઈટ ટોપિંગ રોડ 250 કરોડ
તમામ ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન 100 કરોડ
કઠવાડામાં ગૌશાળા બનાવવી 45 કરોડ
સરદાર પટેલ સ્ટેડિયમનું નવીનીકરણ 25 કરોડ
આધુનિક આઇકોનિક લેબોરેટરી 20 કરોડ 20 કરોડ
લોટસ ગાર્ડન બનાવવું 20 કરોડ
હયાત સ્મશાનોનું આધુનિકરણ 15 કરોડ
વેટ લેન્ડ ઝોન એટ વાસણા બેરેજ ટૂ વિશાલા બ્રિજ 10 કરોડ
ઝોન દીઠ 2 ડાયાલિસિસ સેન્ટર 5 કરોડ
ઉત્તર પશ્ચિમ ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 5 કરોડ

વાયદા કરવામાં આવે છે તે પુરા નથી કરવામાં આવતા તેવી ફરિયાદ પણ નાગરિકો જ કરી રહ્યા છે. ત્યારે આ અંગે મેયરને સવાલ કરતા મેયરે ખૂદ સ્વીકાર્યું કે ઘણા મોટા પ્રોજેક્ટનું કામ બાકી છે. જો કે મેયરનુ ધ્યાન દોરવાનુ ઘટે કે અહીં તો બે વર્ષ એટલે કે 730 દિવસનો સમય થયો. છતાંય તમારાથી આ 10 પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા ન થઈ. ખરેખર આ તો કામ કરવાની પદ્ધતિ પર જ સવાલ ઉભા થઈ રહ્યો છે. અમદાવાદમાં નાગરિકો ટેક્સ સ્માર્ટ ચૂકવે છે. પરંતુ સ્માર્ટ સુવિધાઓથી ક્યાંક વંચિત રહે છે. આગામી દિવસોમાં ફરી હજારો કરોડનું બજેટ તો રજૂ થશે પરંતુ પાછલા વર્ષના બજેટના પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ કરશે તે જોવું રહ્યું.

Input Credit- Jignesh Patel- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">