Photos: ધોનીની સિક્સર પર ઝૂમી ઉઠયું હતું સ્ટેડિયમ, જુઓ પ્રથમ મેચની યાદગાર ક્ષણો
GT vs CSK IPL 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે શાનદાર ઓપનિંગ સેરેમની, આઈપીએલની પ્રથમ મેચનો રોમાંચ, છગ્ગા-ચોગ્ગાની આતશબાજી જોવા મળી હતી. જુઓ મેચની કેટલીક યાદગાર ક્ષણો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની 16મી સિઝનની શરુઆત થઈ હતી. ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ પ્રથમ મેચની શરુઆત થઈ હતી.

સિંગર અરિજીત સિંહે ઓપનિંગ સેરેમનીની શાનદાર શરુઆત કરાવી હતી. તેના સોન્ગ સાંભળી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા.

સાઉથની અભિનેત્રીઓ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાનાએ પોતાના પરફોર્મન્સથી ફેન્સના દિલ જીત્યા હતા.

ગુજરાત ટાઈન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સની આ સિઝનની પ્રથમ મેચ રમાઈ રહી છે. હાર્દિક પંડયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આ મેચ જોવા માટે 1 લાખથી વધારે લોકો હાજર રહ્યા હતા.

20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 178 રન રહ્યો હતો. ચેન્નાઈ માટે સૌથી વધારે 92 રન રુતુરાજ ગાયકવાડે બનાવ્યા હતા.

મોહમ્મદ શમીએ ગુજરાત તરફથી પ્રથમ વિકેટ લેતા, આઈપીએલમાં 100 વિકેટ પૂરી કરી હતી.

ધોનીએ છેલ્લી ઓવરમાં એક સિક્સર ફટકારી હતી. તેના પર આખુ સ્ટેડિયમ ઝૂમી ઉઠયું હતું. આ સાથે તે 20મી ઓવરમાં સૌથી વધારે સિક્સર મારનાર ખેલાડી બન્યો છે. તેણે હમણા સુધી 20મી ઓવરમાં 53 સિક્સર ફટકારી છે.

પ્રથમ ઈનિંગમાં વિલિયમસનને ઈજા થતા, તેના સ્થાને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટર સાંઈ સુંદરસન આવ્યો હતો.

બે ઈનિંગ વચ્ચેના બ્રેકમાં સ્ટેડિયની ઉપર આકાશમાં શાનદાર ડ્રોન શો થયો હતો.

ગુજરાત તરફથી શુભમન ગિલે સૌથી વધારે 63 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં ગુજરાતે 5 વિકેટથી જીત મેળવી હતી.