IPL 2023: આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવીને પણ હારનાર ટોપ-5 મેચ અને ટીમોની લિસ્ટ જાણો
IPL History : આઈપીએલના ઈતિહાસમાં ઘણી રોમાંચક અને ધમાકેદાર મેચ જોવા મળી છે. કેટલીક મેચમાં હાઈએસ્ટ સ્કોર કરવા છતા ઘણી ટીમને હારનો સામનો પણ કરવો પડયો છે. ચાલો જાણીએ આવી ટોપ 5 મેચ અને ટીમ વિશે.

આઈપીએલની 16મી સિઝનની શરુઆત 31 માર્ચથી શરુ થવા જઈ રહી છે. ફેન્સને આશા છે આ આઈપીએલ સિઝનમાં ધમાકેદાર બેટિંગ જોવા મળશે. ચાલો જાણીએ આઈપીએલની કેટલીક રોમાંચક મેચ વિશે.

વર્ષ 2020માં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે રાજસ્થાન રોયલ્સને 224 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પણ રાજસ્થાનના ખેલાડીઓની ધમાકેદાર બેટિંગને કારણે તેમણે 4 વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો.

વર્ષ 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 218 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મુકાબલો મુંબઈની ટીમે 4 વિકેટથી જીતી લીધો હતો.

વર્ષ 2008માં ડેક્કન ચાર્જર્સની ટીમે રાજસ્થાન રોયલ્સની ટીમને 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાનની ટીમે આ મેચમાં 3 વિકેટથી જીત મેળવી હતી.

વર્ષ 2022માં ચેન્નાઈની ટીમે લખનઉ સામે 211 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટસની ટીમે જોરદાર બેટિંગ કરીને 6 વિકેટથી જીત મેળવી હતી.

વર્ષ 2017માં ગુજરાત લાયન્સની ટીમે દિલ્હી ડેયરડેવિલ્સની ટીમને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં દિલ્હીની ટીમે 7 વિકેટથી જીત મેળવી હતી.