IPL Points Table : ડબલ હેડર બાદ આ ટીમે ટોપ-4માં સ્થાન મેળવ્યું, 5 ટ્રોફી જીતનાર ટીમ છેલ્લા સ્થાને
આઈપીએલ 2025માં 30 માર્ચના રોજ 2 મેચ રમાઈ હતી. ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમ સીધી બીજા સ્થાને પહોંચી ગઈ છે. તો રાજસ્થાનની ટીમે પણ જીત સાથે ખાતું ખોલી લીધું છે,

આઈપીએલની 18મી સીઝનમાં 30 માર્ચના રોજ 2 મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ મેચ દિલ્હી કેપિટ્લસ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી.બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. બંન્ને મેચના પરિણામ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ સતત બીજી જીત સાથે બીજા નંબર પર છે. તો રાજસ્થાનની ટીમ સતત 2 હાર બાદ જીતનું ખાતું ખોલ્યું છે. પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ 4 પોઈન્ટ સાથે પ્રથમ નંબર પર છે. આ સિવાય લખનૌ સુપર જાયન્ટસની ટીમ અને ગુજરાત ટાઈટન્સ 2-2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ચોથા નંબર પર છે.

આઈપીએલ 2025ની સીઝનમાં અત્યારસુધી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ખાતું ખોલ્યું નથી. જેમાં તેમને 2 હારનો સામનો કરવો પડ્યો છે.આજે મુંબઈ ઈન્ડિયન્સની કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે મેચ છે.

જો આપણે આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો આરસીબીની ટીમ પહેલા સ્થાને , બીજા સ્થાને દિલ્હી કેપિટ્લ્સ ત્રીજા સ્થાને લખૌન સુપર જાયન્ટસ, ચોથા સ્થાને ગુજરાત ટાઈટન્સ અને પાંચમાં સ્થાને પંજાબ કિંગ્સની ટીમ છે.

આઈપીએલ 2025ની સીઝનમાં અત્યારસુધી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ખાતું ખોલ્યું નથી. જેમાં તેમને 2 હારનો સામનો કરવો પડ્યો છે.આજે મુંબઈ ઈન્ડિયન્સનો કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે મેચ છે.

































































