Adani Group : સંસદમાં સરકારના નિવેદન પછી અદાણી ગ્રુપના હજારો કરોડ ડૂબી ગયા, કરો એક નજર નુકસાનના આંકડા ઉપર
અદાણી ગ્રુપની તમામ 10 કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો 7 ટકાથી વધુ જોવા મળ્યો છે. જેના કારણે અદાણી ગ્રુપની માર્કેટ કેપમાં ઘટાડો થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝને સૌથી વધુ નુકસાન થયું છે.

અદાણી ગ્રુપની તમામ 10 કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો 7 ટકાથી વધુ જોવા મળ્યો છે. જેના કારણે અદાણી ગ્રુપની માર્કેટ કેપમાં ઘટાડો થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝને સૌથી વધુ નુકસાન થયું છે. નિષ્ણાતોના મતે શેરબજારનું સેન્ટિમેન્ટ પહેલેથી જ ખરાબ છે. બીજી તરફ સોમવારે સંસદમાં અદાણીની કંપનીઓ પર પૂછવામાં આવેલા પ્રશ્નો પર સરકારે આપેલા જવાબોએ આગમાં તેલ ઉમેર્યું છે. આ કારણે અદાણી ગ્રુપના માર્કેટ કેપને 44 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

અદાણી ગ્રુપની કઈ કંપનીના મરજેટ કેપમાં કેટલો ઘટાડો થયો તે ઉપર કરીએ એક નજર, અદાણી એન્ટરપ્રાઇઝને રૂ. 15,486.91 કરોડનું નુકસાન થયું છે.

adani port and special economic zoneને રૂ. 5,778.37 કરોડનું નુકસાન થયું છે.

અદાણી પાવરને રૂ. 4,146.20 કરોડનું નુકસાન થયું હતું.

અદાણી ટ્રાન્સમિશનને રૂ. 5,293.01 કરોડનું નુકસાન થયું હતું.

અદાણી ગ્રીન એનર્જીને રૂ. 1,758.27 કરોડનું નુકસાન થયું છે.

અદાણી ટોટલ ગેસને રૂ. 5,482.55 કરોડનું નુકસાન થયું હતું.

અદાણી વિલ્મર લિમિટેડને રૂ. 2,807.30 કરોડનું નુકસાન થયું છે.

સિમેન્ટ કંપનીઓ પૈકી અંબુજા સિમેન્ટને રૂ. 2,879.18 કરોડની ખોટ છે. ACC લિમિટેડને રૂ. 592.46 કરોડની ખોટ થઇ છે.

એનડીટીવીને રૂ. 71.56 કરોડનું નુકસાન થયું છે.મંગળવારે અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાંથી રૂ. 44,295.81 કરોડનો ઘટાડો થયો હતો.