અયોધ્યામાં જ્યારે ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો, ત્યારે શું કરતા હતા રાહુલ ગાંધી- વાંચો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજ કાલ તેમની ભારત જોડો ન્યાય યાત્રા પર છે. રાહુલની ન્યાય યાત્રા હાલ અસમ પહોંચેલી છે. એક તરફ અયોધ્યામાં ભગવાન રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે રાહુલ ગાંધી શું કરી રહ્યા હતા. વાંચો
એક તરફ દેશમાં સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો હતો. અયોધ્યામાં ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. પીએમ મોદી, સરસંઘચાલક મોહન ભાગવત સહિત અન્ય સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ ચાલી રહી હતી.
સમગ્ર દેશ આ દિવ્ય પળનો સાક્ષી બનવા આતુર હતો. એ સમયે રાહુલ ગાંધી અસમમાં વૈષ્ણવ વિદ્વાન શ્રીંમંત શંકરદેવના જન્મસ્થળ પર પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા. જો કે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેમને મંદિર જવાથી રોકવામાં આવ્યા હતા. આથી તેઓ મંદિર બહાર જ ધરણા પર બેસી ગયા હતા. અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચાલી રહી હતી. સહુ કોઈ રામ ભકિતમાં લીન થયા હતા. એ સમયે રાહુલ ગાંધી અસમમાં મંદિર બહાર ધરણા પર બેઠા હતા.
રાહુલ ગાંધીએ પોતાને મંદિરમાં ન જવા દેવાતા નારાજગી વ્યકત્ કરી. તેમણે અધિકારીઓને પૂછ્યુ કે હવે શું પીએમ મોદી નક્કી કરશે કે મંદિરમાં કોણ જશે ? અમે કોઈ મુશ્કેલી ઉભી કરવા નથી માગતા માત્ર મંદિરમાં પૂજા કરવા જવા માગીએ છીએ.
आज BJP सरकार राहुल गांधी जी को मंदिर जाने से रोक रही है।
BJP सरकार को आस्था पर पहरा लगाने का हक किसने दिया?
यह अन्याय है, हम इसके खिलाफ लड़ते रहेंगे। pic.twitter.com/lzOtbUXGLH
— Congress (@INCIndia) January 22, 2024
આપને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીની ન્યાય યાત્રા હાલમાં આસામમાંથી પસાર થઈ રહી છે. આજે રાહુલ ગાંધી આસામના વૈષ્ણવ વિદ્વાન શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ પર દર્શન કરવા જઈ રહ્યા હતા. આસામનું બોરદોવા થાન એક પવિત્ર સ્થળ છે જે રાજ્યના નાગાંવ જિલ્લામાં આવેલું છે. આ શ્રીમંત શંકરદેવનું જન્મસ્થળ માનવામાં આવે છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું છે કે આ બધું રાજ્ય સરકારના દબાણમાં થઈ રહ્યું છે. જયરામ રમેશના જણાવ્યા પ્રમાણે, ‘કોંગ્રેસના બે ધારાસભ્યોએ મંદિર પ્રશાસન પાસેથી પરવાનગી લીધી હતી. મંદિરના સંચાલકોને પણ કોઈ સમસ્યા નહોતી પરંતુ હવે આ બધું રાજ્ય સરકારના દબાણ બાદ કરવામાં આવી રહ્યું છે.
જયરામ રમેશે કહ્યું કે પહેલા અમને સવારે સાત વાગ્યે આવવાનું કહેવામાં આવ્યુ હતું પરંતુ હવે અમને કહેવામાં આવી રહ્યું છે કે અમે સાંજના ત્રણ વાગ્યા સુધી મંદિરમાં જઈ શકીએ નહીં. આ સમગ્ર ઘટના બાદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશમાં માત્ર એક જ વ્યક્તિને મંદિરમાં જવાની છૂટ છે.
#WATCH | Assam | On his visit to Batadrava Than, Congress MP Rahul Gandhi says “We want to visit the temple (Batadrava Than). What crime have I committed that I cannot visit the temple?…” pic.twitter.com/1Y3cKs8Xn5
— ANI (@ANI) January 22, 2024
આસામમાં લાગ્યા મોદી-મોદીના નારા
રાહુલે કહ્યું કે મારો શું ગુનો છે કે મને મંદિર જવાથી રોકવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીના આસામ પ્રવાસ દરમિયાન કેટલીક જગ્યાએ મોદી-મોદીના નારા પણ લાગ્યા હતા. આ દરમિયાન રાહુલ ખૂબ જ આકસ્મિક રીતે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને ફ્લાઈંગ કિસ આપતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી કહે છે કે તેઓ નફરતને પ્રેમથી જીતી લેશે.
આજે અયોધ્યામાં મોદી, ભાગવત, યોગી
આપને જણાવી દઈએ કે અયોધ્યામાં આજે ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને કરોડો હિંદુઓ આ દિવ્ય પળના સાક્ષી બન્યા છે. વિશ્વભરના સનાતનીઓ આ ઘડીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ મંદિરના મુખ્ય પૂજારી ઉપસ્થિત રહ્યા હતા.