AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાને પહેલીવાર વાપર્યું સૌથી ખતરનાક ‘Sejjil’ મિસાઈલ, અમેરિકાના ડિફેન્સ સિસ્ટમને પણ આપ્યો ચકમો

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના 16 દિવસના યુદ્ધમાં રવિવારે કંઈક એવું થયું જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ઈરાને તેના શસ્ત્રાગારનું સૌથી ઘાતક હથિયાર 'સેજ્જિલ' લોન્ચ કર્યું છે. શું ઈઝરાયેલનું આયર્ન ડોમ આ હાઈ-સ્પીડ મિસાઈલ સામે ફેલ ગયું?

Breaking News: ઈરાને પહેલીવાર વાપર્યું સૌથી ખતરનાક 'Sejjil' મિસાઈલ, અમેરિકાના ડિફેન્સ સિસ્ટમને પણ આપ્યો ચકમો
Image Credit source: RT_com (X Platfrom)
| Updated on: Mar 15, 2026 | 9:48 PM
Share

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. રવિવારે ઈરાને પહેલીવાર ઈઝરાયેલના હૃદય સમાન તેલ-અવીવ પર “સેજ્જિલ (Sejjil) બેલેસ્ટિક મિસાઈલ” થી હુમલો કર્યો છે. આ એ જ મિસાઈલ છે જેનાથી અત્યાર સુધી ઈરાન દુનિયાને ડરાવતું હતું, પણ તેનો ઉપયોગ ક્યારેય કર્યો નહોતો.

આકાશમાંથી વરસ્યો ‘કાળ’

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેમણે માત્ર સેજ્જિલ જ નહીં, પણ 2 ટન વજનના વોરહેડ લઈ જતી સુપર-હેવી મિસાઈલ ‘ખૌરમશહર’ પણ લોન્ચ કરી છે. આ ઉપરાંત ખૈબર શેકન, કદ્ર અને એમાદ જેવી મિસાઈલોના અનેક મોજાઓએ ઈઝરાયેલના સૈન્ય મથકો અને એર ડિફેન્સને નિશાન બનાવ્યા હતા.

અમેરિકા અને ઈઝરાયેલના સુરક્ષા કવચમાં ગાબડું!

ચોંકાવનારી વાત એ છે કે ઈઝરાયેલનું વિશ્વ વિખ્યાત ‘આયર્ન ડોમ’, ડેવિડ્સ સ્લિંગ અને અમેરિકાની શક્તિશાળી ‘THAAD’ ડિફેન્સ સિસ્ટમ પણ આ મિસાઈલોને સંપૂર્ણપણે રોકી શકી નથી. ઈરાનનો દાવો છે કે તેમની મિસાઈલોએ ઈઝરાયેલની ગગનચુંબી ઈમારતો અને સૈન્ય સાઇટ્સને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

કેમ ‘સેજ્જિલ’ મિસાઈલ આટલી ખતરનાક છે?

આ મિસાઈલ સામાન્ય મિસાઈલ નથી, તે એક ‘કિલર મશીન’ છે:

  • ઝડપ: તેની સ્પીડ મેક 4 થી 5 (અવાજ કરતા પાંચ ગણી વધુ) છે, જે તેને પકડવી અશક્ય બનાવે છે.
  • રેન્જ: 2,000 થી 2,500 કિમી સુધી પ્રહાર કરી શકે છે, એટલે કે આખું ઈઝરાયેલ અને યુરોપના કેટલાક ભાગો તેના નિશાના પર છે.
  • સોલિડ ફ્યુઅલ ટેકનોલોજી: આ મિસાઈલ સોલિડ ફ્યુઅલ પર ચાલે છે, જેનો અર્થ છે કે તેને લોન્ચ કરવામાં સેકન્ડોનો જ સમય લાગે છે. દુશ્મનને ચેતવણી મળે તે પહેલા જ તે ત્રાટકી જાય છે.
  • ચોકસાઈ: GPS આધારિત આ મિસાઈલ તેના ટાર્ગેટથી માત્ર 50 મીટરના અંતરે જ પડે છે, એટલે કે તે અત્યંત સચોટ છે.
  • વિનાશક ક્ષમતા: તે 1,500 કિલો સુધીનો વિસ્ફોટક સામાન અથવા પરમાણુ વોરહેડ લઈ જવા માટે સક્ષમ છે.

ઈરાને આ ઓપરેશનને “ટ્રુ પ્રોમિસ” નામ આપ્યું છે. અત્યારે ઈઝરાયેલના અનેક શહેરોમાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા અને આગની લપટો જોવા મળી રહી છે.

ઈરાને સેજ્જિલ મિસાઈલ છોડીને દુનિયાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે પાછળ હટવાના મૂડમાં નથી. હવે જોવાનું એ રહેશે કે ઈઝરાયેલ આ હુમલાનો વળતો જવાબ કેવી રીતે આપે છે.

18 માર્ચના રોજ થશે મોટું એલાન! ₹30 ના આ શેરમાં આવશે ભૂકંપ? જાણો કઈ કંપની લેવા જઈ રહી છે કરોડોનો નિર્ણય!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">