શું કિંજલ રબારી પ્રેમી યુગલો માટે પ્રેરણાદાયક બની? ખેડામાં પટેલ યુવતીના રબારી યુવક સાથે લગ્નનો વિવાદ વકર્યો
કઠલાલની પલક પટેલે પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કરી લેતા બે સમાજો વચ્ચે તણાવ વધ્યો છે. ગાયિકા કિંજલ રબારીના કિસ્સા બાદ હવે આ કિસ્સામાં પણ સામાજિક આગેવાનોની મધ્યસ્થી અને દીકરીને પરત લાવવાની માગ તેજ બની છે.
જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામની યુવતી પલક પટેલે મહેમદાબાદના કાચ્છાઈ ગામના પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કરી લેતા ભારે વિવાદ સર્જાયો છે. 7 માર્ચે કોલેજ જવાનું કહી નીકળેલી પલકે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લેતા પટેલ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
સામાજિક આગેવાનોની એન્ટ્રી
આ ઘટના બાદ દીકરીની માતાએ સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો વાયરલ કરી મદદની ગુહાર લગાવી છે. તેમની આ અપીલ બાદ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ અને SPG મેદાને આવ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ વીરુ પટેલે જણાવ્યું હતું કે, રબારી અને પટેલ સમાજ વચ્ચે વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધો છે, જે જાળવી રાખવા રબારી સમાજના આગેવાનોએ હસ્તક્ષેપ કરવો જોઈએ અને દીકરીને પરિવાર પાસે પરત મોકલવી જોઈએ.
ઠાકરશી રબારીનું મોટું નિવેદન
બીજી તરફ, જાણીતા રબારી અગ્રણી ઠાકરશી રબારીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, “ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ કોઈ પણ દીકરીએ આવા પગલાં ન ભરવા જોઈએ. રબારી સમાજનો દીકરો હશે તો પણ તેને ચલાવી લેવામાં નહીં આવે.” તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ પટેલ સમાજ સાથે મળીને દીકરીને પરત સોંપવા માટે તમામ પ્રયાસો કરશે.
હાલમાં આ મામલો સમગ્ર ખેડા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને બંને પક્ષના આગેવાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ છે.
Input Credit: Sachin Patil
Breaking News: શું પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં રહેશે? જાણો સરકારનો એ ગુપ્ત પ્લાન, વાંચવા માટે અહીં ક્લિક કરો
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
