AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચૂંટણી પંચે બંગાળ સહિત આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો કરી જાહેર- જાણો ક્યારે ક્યા રાજ્યમાં થશે મતદાન

ભારતીય ચૂંટણી પંચ આજે આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાંજે 4 વાગ્યે એક પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. તો ચાલો ક્યા રાજ્યમાં ક્યારે છે ચૂંટણી

Breaking News : ચૂંટણી પંચે બંગાળ સહિત આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો કરી જાહેર- જાણો ક્યારે ક્યા રાજ્યમાં થશે મતદાન
| Updated on: Mar 15, 2026 | 4:41 PM
Share

ભારતીય ચૂંટણી પંચ આજે પત્રકાર પરિષદ કરી આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણીમાં 17.4 કરોડ લોકો મતદાન કરશે. પાંચ રાજ્યોમાં 2.19 લાખ મતદાન મથકો હશે.5 રાજ્યોમાં કુલ 824 બેઠકો માટે મતદાન થશે.બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ક્યારે, ક્યાં અને કેટલા તબક્કામાં મતદાન થશે તે જાણો.આ સાથે ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં 9 એપ્રિલે અને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 23 એપ્રિલે વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાશે.

કેટલા તબક્કામાં મતદાન જાણો

  • 1.આસામ- મતદાનની તારીખ- 9 એપ્રિલ; મતગણતરી તારીખ 4 મે
  • 2. તમિલનાડુ- મતદાનની તારીખ- 23 એપ્રિલ; મતગણતરી તારીખ- 4 મે
  • 3. પશ્ચિમ બંગાળ- મતદાનની તારીખ- 23 એપ્રિલ (પહેલો તબક્કો), 29 એપ્રિલ (બીજો તબક્કો); મતગણતરી તારીખ- 4 મે
  • 4. કેરળમ- મતદાનની તારીખ- 9 એપ્રિલ મતગણતરી તારીખ- 4 મે.
  • 5. પુડુચેરી- મતદાનની તારીખ- 9 એપ્રિલ મતગણતરી તારીખ- 4 મે

મતગણતરી 4 મેના રોજ

ચૂંટણી પંચે રવિવારે પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જેમાં પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં, આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે અને તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન થશે. ચારેય રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મતગણતરી 4 મેના રોજ એક સાથે થશે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ મતદાન પ્રક્રિયાની પારદર્શિતા અને દેખરેખને મજબૂત બનાવવા માટે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 2026 માં યોજાનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન તમામ મતદાન મથકો પર 100 ટકા વેબકાસ્ટિંગ સુવિધા પૂરી પાડશે.ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ,આ રાજ્યોમાં 17.4 કરોડ મતદારો છે. SIRએ આ રાજ્યોમાં ખૂબ સારું કામ કર્યું છે. આ રાજ્યોમાં 824 વિધાનસભા બેઠકો છે.

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. અહી ક્લિક કરો

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">