AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આણંદમાં ભાજપના MLA ના નિધન બાદ ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત, જુઓ Video

ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આણંદ જિલ્લાની આ બેઠક પર 23 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ પરિણામ જાહેર કરાશે.

Breaking News : આણંદમાં ભાજપના MLA ના નિધન બાદ ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2026 | 8:08 PM
Share

ગુજરાત રાજ્યની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં આવેલી આ ખાલી પડેલી બેઠક પર આગામી 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પેટા ચૂંટણીનું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (ભાજપ) ગોવિંદ પરમાર વિજેતા બન્યા હતા. જોકે, ગત 6 માર્ચ 2024ના રોજ 83 વર્ષની વયે હૃદય રોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું. તેમના નિધનને પગલે આ ઉમરેઠ બેઠક ખાલી જાહેર થઈ હતી, જેના પર હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આણંદ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સત્તાધારી ભાજપ પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રયાસો કરશે, જ્યારે વિપક્ષ આ મહત્વપૂર્ણ બેઠક પર કબજો જમાવવા માટે સંપૂર્ણ તાકાત લગાવશે. આ પેટા ચૂંટણી રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે.

આ સાથે ભારતીય ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદમાં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, આ પાંચ રાજ્યોમાં કુલ લગભગ 17.4 કરોડ મતદારો મતદાન કરશે. ચૂંટણી માટે કુલ 2.19 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે. પાંચેય રાજ્યોમાં મળીને કુલ 824 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે.

ચૂંટણી કાર્યક્રમ મુજબ આસામમાં 9 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન થશે અને મતગણતરી 4 મેના રોજ થશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં પહેલો તબક્કો 23 એપ્રિલે અને બીજો તબક્કો 29 એપ્રિલે યોજાશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. કેરળમાં 9 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ મતગણતરી થશે. પુડુચેરીમાં પણ 9 એપ્રિલે મતદાન યોજાશે અને 4 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.

ચૂંટણી પંચે બંગાળ સહિત આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો કરી જાહેર- જાણો ક્યારે ક્યા રાજ્યમાં થશે મતદાન

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">