AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે 2 શખ્સ ઝડપાયા

રાજકોટના પારડીમાંથી LPG ગેસ સિલિન્ડરની કાળાબજારી અને રિફિલિંગ કરતા 2 શખ્સ ઝડપાયા છે. મળતી માહિતી મુજબ ચૂલા રીપેરિંગની આડમાં સિલિન્ડરની કાળાબજારી કરી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

| Updated on: Mar 15, 2026 | 1:52 PM
Share

રાજકોટ જિલ્લામાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો મોટો પર્દાફાશ થયો છે. શાપર પોલીસને મળેલી બાતમીના આધારે પારડી વિસ્તારમાં છાપો મારતા LPG સિલિન્ડરની ગેરકાયદે રિફિલિંગ અને વેચાણનું કૌભાંડ બહાર આવ્યું. આરોપીઓ ચુલા રીપેરીંગના ધંધાની આડમાં સિલિન્ડરનું ગેરકાયદે રિફિલિંગ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ

પોલીસે દરોડા દરમિયાન કુલ 87 ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા. તપાસમાં ખુલ્યું કે સિલિન્ડર ગેરકાયદે રીતે ભરીને વેચવામાં આવતા હતા, જેના કારણે સુરક્ષા માટે મોટો ખતરો ઉભો થતો હતો. આ સમગ્ર કૌભાંડ સ્થાનિક ગેસ એજન્સી સાથે સંકળાયેલ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

2 શખ્સની કરાઈ ધરપકડ

આ મામલે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ રવિરંજન બિંદ અને રાજીવકુમાર બિંદ હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ મૂળ બિહાર રાજ્યના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાળાબજારીના જાળમાં અન્ય લોકો સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી

રાજકોટ જિલ્લાના શાપર નજીક પારડી વિસ્તારમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ થયો છે.  સ્થળ પરથી કુલ 87 ગેસ સિલિન્ડર કબ્જે કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે સિલિન્ડર ગેરકાયદે રીતે ભરીને વેચવામાં આવતા હતા અને આ કામમાં ગેસ એજન્સી સાથે જોડાણ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે રવિરંજન બિંદ અને રાજીવકુમાર બિંદ નામના બંને આરોપીઓને ધરપકડ કરી છે, જે મૂળ બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી… વિવાદના ઘેરામાં, ડિસક્વોલિફાઈડ ઉમેદવારને નિમણૂક પત્ર મળ્યાનો આક્ષેપ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">