Breaking News: ઈરાન પર અમેરિકાનો ‘કાળ’ ત્રાટક્યો! આકાશમાંથી મોત વરસાવશે, 70 વર્ષ જૂનું પણ સૌથી ઘાતક ‘B-52 બોમ્બર’
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધે હવે અત્યંત ભયાનક વળાંક લીધો છે. ઈરાનના સૈન્ય ઠેકાણાઓને જમીનદોસ્ત કરવા માટે અમેરિકાએ પોતાનું સૌથી મોટું અને ઘાતક હથિયાર B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ મેદાનમાં ઉતારી દીધું છે.

ઈઝરાયેલ અને અમેરિકાનું ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ સતત ઘાતક બની રહ્યું છે. ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) માં અમેરિકી વાયુસેનાએ તેના સૌથી જૂના પરંતુ સૌથી ઘાતક સ્ટ્રેટેજિક બોમ્બર બી-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ (B-52H Stratofortress) ને સક્રિયપણે તૈનાત કરી દીધું છે.
આ બોમ્બર 1950ના દાયકાથી અમેરિકાની સેવામાં છે પરંતુ આધુનિક અપગ્રેડ સાથે આજે પણ અમેરિકાની પરમાણુ ત્રિશક્તિ (Nuclear Triad) નો મહત્વનો હિસ્સો છે.
Nuke-capable B-52 takes off to bomb Iran https://t.co/yNPMD450S7 pic.twitter.com/rf4erOB9R2
— RT (@RT_com) March 15, 2026
બી-52 બોમ્બરની મુખ્ય ખાસિયતો શું છે?
- પરમાણુ ક્ષમતા: બી-52 પરમાણુ બોમ્બ અને પરમાણુ ક્રુઝ મિસાઇલો (જેમ કે AGM-86 ALCM) લઈ જવા માટે સક્ષમ છે. તે અમેરિકાની પરમાણુ નિરોધક વ્યૂહરચનાનો એર-બેઝ્ડ હિસ્સો છે, જે જમીન, સમુદ્ર અને હવામાંથી પરમાણુ હુમલો કરવાની શક્તિ આપે છે.
- ડૂમ્સડે બોમ્બર: ઈરાન યુદ્ધમાં અત્યાર સુધી માત્ર પરંપરાગત (conventional) હથિયારોનો ઉપયોગ થયો છે પરંતુ તેની પરમાણુ ક્ષમતા તેને “ડૂમ્સડે બોમ્બર” (વિનાશક બોમ્બર) નો દરજ્જો આપે છે.
- વિશાળ પેલોડ ક્ષમતા: તેની પેલોડ ક્ષમતા લગભગ 70,000 પાઉન્ડ છે, એટલે કે તે 32 ટન સુધીના હથિયારો લઈ જઈ શકે છે. આમાં પ્રિસિઝન-ગાઈડેડ બોમ્બ, ક્રુઝ મિસાઈલ, માઈન્સ અને અન્ય યુદ્ધાભ્યાસ સામગ્રીનો સમાવેશ થાય છે.
- રેન્જ અને ઊંચાઈ: તે 14,000 કિમીથી વધુની રેન્જમાં 50,000 ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે. તે દુશ્મનના એરસ્પેસમાં ઊંડે સુધી પ્રવેશ્યા વિના દૂરથી જ ‘સ્ટેન્ડ-ઓફ’ હુમલા કરી શકે છે.
- ઓપરેશનમાં ભૂમિકા: 28 ફેબ્રુઆરીથી ઈરાન સાથે શરૂ થયેલા ઓપરેશનમાં બી-52 એ ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ સાઈટ્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલ પોસ્ટ્સ અને અન્ય વ્યૂહાત્મક ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.
માર્ચમાં હવે ત્રણ બી-52 બ્રિટનના RAF ફેરફોર્ડ બેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે, જ્યાંથી તેઓ ઈરાન પર હુમલા માટે ઉડાન ભરી રહ્યા છે. CENTCOM ના જણાવ્યા અનુસાર, પ્રથમ 100 કલાકમાં 2,000 થી વધુ લક્ષ્યો પર હુમલા થયા હતા. આમાં B-52, B-1 અને B-2 બોમ્બર્સ જોડાયેલા હતા.
તે કેટલું ખતરનાક છે?
બી-52ની તાકાત માત્ર પરમાણુ શક્તિમાં જ નહીં પરંતુ તેની વિશ્વસનીયતા અને મોટાપાયે હુમલો કરવાની ક્ષમતામાં છે. ઈરાનનું એર ડિફેન્સ પહેલાથી જ નબળું પડી ગયું છે, જેનાથી બી-52 જેવા મોટા બોમ્બર્સ વધુ જોખમ વિના ઊંડા હુમલા કરી શકે છે.
જો યુદ્ધ પરમાણુ સ્તર સુધી પહોંચે તો તે વિશ્વ માટે વિનાશ લાવી શકે છે પરંતુ હાલમાં અમેરિકાએ પરંપરાગત હુમલાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઈરાનના મિસાઈલ અને કમાન્ડ સેન્ટરને નષ્ટ કરવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બોમ્બર અમેરિકી વાયુ શક્તિનું પ્રતિક છે, જે દાયકાઓ જૂનું હોવા છતાં આજે પણ દુશ્મનો માટે સૌથી મોટો ખતરો બનેલું છે.
