AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોરબીમાં અનેક ફેક્ટરી બંધ થતાં શ્રમિકો પોતાના વતન પરત ફર્યા, જુઓ વીડિયો

Breaking News : મોરબીમાં અનેક ફેક્ટરી બંધ થતાં શ્રમિકો પોતાના વતન પરત ફર્યા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2026 | 11:46 AM
Share

Breaking News : ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની સિરામીક ઉધોગ પર ગંભીર અસર પડી છે. પ્રોપેન ગેસની સપ્લાય મર્યાદિત હોવાથી મુશ્કેલી વધી છે. હાલમાં 700 પૈકી 200 થી વધુ કારખાના બંધ થયાં છે. ફેક્ટરી બંધ થતાં શ્રમિકો પણ બેરોજગાર થયા છે.

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની મોરબીના સિરામીક ઉધોગમાં માઠી અસર પહોંચી છે. ગેસ સપ્લાઇ ન હોવાને કારણે સિરામીક ઉધોગ હવે સંપૂર્ણ શટડાઉન થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. જેના કારણે આ ઉધોગ સાથે જોડાયેલા લાખો શ્રમિકો બેરોજગાર બન્યા છે તો કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડે તેવી શક્યતા છે.મોરબીથી મોટી સંખ્યામાં શ્રમિકોનું પલાયન કરી રહ્યા છે. ફેક્ટરી બંધ થતાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા શ્રમિકો પોતાના વતન પરત ફરી રહ્યા છે.મોટી સંખ્યામાં શ્રમિકો મોરબી રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડ્યા છે.ટિકિટ બારી પર ટિકિટ મેળવવા લાંબી કતાર લાગી છે.

કારખાનાઓ ટપોટપ બંધ થયા

જે યુનિટો ઉત્પાદનને કારણે ધમધમી રહ્યા હોય છે તે યુનિટો આજે સુમસામ છે.મોરબીના સિરામીક ઉધોગકારોને ગત 1 તારીખથી ગેસ સપ્લાય અનિયમીત રીતે મળી રહી છે. મિડલ ઇસ્ટથી આવતા પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવાને કારણે કારખાનાઓ ટપોટપ બંધ થઇ રહ્યા છે.મોરબીના 700 જેટલા યુનિટો આવેલા છે જે પૈકી 200 જેટલા યુનિટો બંધ થઇ ગયા છે, જ્યારે અનેક યુનિટ એવા છે જેની પાસે માત્ર એક કે બે દિવસ ચાલે તેટલો ગેસનો જથ્થો રહેલો છે.જેના કારણે બે થી ત્રણ દિવસમાં સંપૂર્ણ શટડાઉન થાય તેવી શક્યતા છે અને જો યુદ્ધ લાંબુ ચાલે તો બે મહિના સુધીનો શટડાઉન રહી શકે છે.

 

 

શ્રમિકોને કોરોનાની યાદ આવી

મોરબીનું સિરામીક ઉધોગ ભારતના અલગ અલગ રાજ્યોની સાથે વિશ્વના 180 દેશોમાં એકસપર્ટ કરે છે.જેનું 20,2000 કરોડનું નિકાસ છે.જો કે સિરામીકના કારખાઓ બંધ થઇ જતા મજુરોની હાલત ખરાબ બની છે. મોરબીના સિરામીક ઉધોગ સાથે 1 લાખ 90 હજાર જેટલા મજૂરો જોડાયેલા છે. સિરામીક ઉધોગ બંધ થવાને કારણે બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમિકોને કોરોનાની યાદ આવી ગઇ હતી.

 ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Published on: Mar 15, 2026 11:46 AM
g clip-path="url(#clip0_868_265)">