સુરેન્દ્રનગરમાં માનવતા શર્મસાર, સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો, આરોપી જેલભેગો, જુઓ Video
સુરેન્દ્રનગરના પાટડીમાં 14 વર્ષીય સગીરા પર 60 વર્ષીય વૃદ્ધ દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના કારણે સગીરા ગર્ભવતી બની. પાટડી હોસ્પિટલમાં બાળકના જન્મ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો.
સુરેન્દ્રનગરના પાટડી દશાળા તાલુકામાં માનવતાને શર્મસાર કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. 14 વર્ષીય સગીરા પર ગામના 60 વર્ષીય વૃદ્ધે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે સગીરા ગર્ભવતી બની. સગીરા આરોપીના ઘરે કામ કરવા જતી હતી ત્યારે આરોપીએ તેને ભોળવી ફોસલાવીને આ દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા ગર્ભવતી હોવાની જાણ તેના માતા-પિતાને થતાં તેમણે સામાજિક આબરૂના ડરથી આ વાત દબાવી દીધી હતી. જોકે, નવ મહિનાના ગર્ભ બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં તેને પાટડી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. બાળકના જન્મ બાદ ડોકટરોએ તેના પિતાનું નામ પૂછતાં જ આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
ડોકટરોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત કાર્યવાહી કરી હતી. નરાધમ વૃદ્ધ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરાઇ છે.
ચૂંટણી પંચે બંગાળ સહિત આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો કરી જાહેર- જાણો ક્યારે ક્યા રાજ્યમાં થશે મતદાન
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ

