AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજકોટમાં પાણીની બોટલ પર 'યુદ્ધ'ના વાદળો: પ્લાસ્ટિકના દાણાના ભાવ ડબલ થતા ઉદ્યોગ સંકટમાં

Breaking News: રાજકોટમાં પાણીની બોટલ પર ‘યુદ્ધ’ના વાદળો: પ્લાસ્ટિકના દાણાના ભાવ ડબલ થતા ઉદ્યોગ સંકટમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2026 | 9:06 PM
Share

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓ હવે રાજકોટના વોટર પ્લાન્ટ સુધી પહોંચી છે. ગલ્ફ દેશોમાંથી આવતા પ્લાસ્ટિક દાણાની આયાત ઠપ થતા ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે પાણીના કેરેટના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિની સીધી અસર હવે રાજકોટના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે જ પાણીની બોટલના ભાવ ઉંચકાયા છે, જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ વધશે.

પ્લાસ્ટિકના દાણાના ભાવમાં તોતિંગ વધારો

પાણીની બોટલ બનાવવા માટે વપરાતા પ્લાસ્ટિકના દાણા મુખ્યત્વે ગલ્ફ દેશોમાંથી આયાત કરવામાં આવે છે. યુદ્ધને કારણે આયાત-નિકાસ પ્રભાવિત થતા જે પ્લાસ્ટિક દાણા પહેલા ₹110 પ્રતિ કિલો મળતા હતા, તેનો ભાવ હવે ₹200 પર પહોંચી ગયો છે. એટલે કે સીધો ₹90નો વધારો નોંધાયો છે.

કેરેટ દીઠ ₹15નો વધારો

ઉત્પાદન ખર્ચ બમણો થતા વેપારીઓએ મજબૂરીમાં ભાવ વધારો કર્યો છે. અગાઉ હોલસેલમાં ₹60માં મળતું પાણીનું કેરેટ હવે ₹75માં મળી રહ્યું છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ ભાવ ₹90 થી ₹100 સુધી પહોંચવાની પણ શક્યતા છે.

15 યુનિટો બંધ થવાની આશંકા

રાજકોટમાં હાલ પાણીની બોટલના અંદાજે 15 જેટલા યુનિટ કાર્યરત છે. કાચા માલની અછત અને વધતા ખર્ચને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઉભું થયું છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં અનેક યુનિટોને તાળા લાગે તેવી ભીતિ સેવાઈ રહી છે. ગરમીની સિઝનની શરૂઆતમાં જ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત મોંઘી થતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

એક નાનકડી ભૂલ અને આખી ફ્લાઇટમાં લાગી શકે છે આગ! જાણો ખાવાની આ વસ્તુ પર કેમ છે પ્રતિબંધ?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 15, 2026 08:27 PM
g clip-path="url(#clip0_868_265)">