Phone Tips : નવો સ્માર્ટફોન ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો? આટલું જાણી લેજો નહી તો થશે નુકસાન

ફોન ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આવી સ્થિતિમાં જો તમે તેના આ ફીચર જોવાનું ચૂકી જાઓ છો, તો તમને નુકસાન થઈ શકે છે. એ પણ શક્ય છે કે તમને ફોનનો ઉપયોગ કરવામાં આનંદ ન આવે.

Devankashi rana
| Edited By: | Updated on: Aug 07, 2024 | 8:41 AM
તહેવારોની સિઝન શરુ થઈ ગઈ છે ત્યારે હવે તહેવારો પર એમેઝોન, ફ્લિપકાર્ડ જેવી સાઈટ પર ઓફર શરુ થઈ જશે. ત્યારે આ વખતના તહેવાર પર જો તમે પણ નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો આજનો આર્ટિકલ તમારા માટે છે. જ્યારે પણ આપણે નવો ફોન ખરીદવા માંગીએ છીએ ત્યારે આપણે ઘણી બાબતો પર ધ્યાન આપીએ છીએ. જો તમે સ્માર્ટફોન ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન ન રાખો તો તમને મોટું નુકસાન થઈ શકે છે.

1 / 7
ઓપરેટિંગ સિસ્ટમ : સૌ પ્રથમ, જુઓ કે તમને કયું સોફ્ટવેર ગમે છે, iOS કે Android. જો તમે બજેટને ધ્યાનમાં રાખીને એન્ડ્રોઇડ તરફ જશો. તો ત્યાં એ પણ જુઓ કે તમને કસ્ટમ OS ગમે છે કે નહીં. કારણ કે, તમારી પાસે સ્ટોક એન્ડ્રોઇડનો વિકલ્પ પણ છે.

2 / 7
પરફોર્મેન્સ : નવો ફોન ખરીદતી વખતે એ ખૂબ જ જરૂરી છે કે તમે વધુ સારા પ્રોસેસર વાળો ફોન ખરીદો. Apple ફોન માત્ર શક્તિશાળી પ્રોસેસર સાથે આવે છે. પરંતુ, એન્ડ્રોઇડમાં તમારે સ્નેપડ્રેગન અથવા મીડિયાટેક જેવા સારા પ્રોસેસર તરફ જવું પડશે. ઉપરાંત, એ પણ જોવું પડશે કે રેમ સ્ટોરેજ પણ લેટેસ્ટ અને ઉચ્ચ ક્ષમતા ધરાવતું હોવું જોઈએ.

3 / 7
ડિસપ્લે : ફોનની કામગીરીનો મોટો ભાગ સ્ક્રીન પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં, તમારી પસંદગી મુજબ ફોનના ડિસપ્લેની સાઈઝ જુઓ. પછી ફૂલ HD, QHD અથવા 4K જેવા ઉચ્ચ રેઝોલ્યુશન ચેક કરો. એ પણ જુઓ કે પેનલ કેવી છે? તમને જણાવી દઈએ કે OLED અથવા AMOLED, LCDની તુલનામાં વધારે સારા કલર ઓફર કરે છે.

4 / 7
કેમેરાની ગુણવત્તા : આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો દરેક ક્ષણે તસવીરો ક્લિક અને પોસ્ટ કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં કેમેરા પણ ફોનનો મહત્વનો ભાગ છે. જ્યારે પણ તમે નવો ફોન ખરીદો ત્યારે કેમેરાની ગુણવત્તા ચોક્કસ તપાસો. માત્ર મેગાપિક્સલ માટે જ ન જાવ. પરંતુ ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS), નાઈટ મોડ, એપરચર અને સેન્સર સાઈઝ જેવી વસ્તુઓ પણ જુઓ.

5 / 7
બેટરી : ફોન ચલાવવા માટે સૌથી મહત્વની વસ્તુ એટલે કે બેટરીનું ધ્યાન રાખો. કોઈપણ ફોન માટે, ઓછામાં ઓછી 3000mAh અથવા તેનાથી વધુની ક્ષમતા ધરાવતી બેટરી જ સારી માનવામાં આવે છે. આથી જો તમે ફોન ખરીદો તો 3000mAhથી ઓછી બેટરી વાળો ફોન ક્યારેય ન લેવો.

6 / 7
સર્વિસ સેન્ટર : ફોન ખરીદતી વખતે તેની આફ્ટર સેલ સર્વીસ પર ચોક્કસ ધ્યાન આપો. જો આફ્ટર સેલ સર્વીસ સારી ન હોય તો તેને તમારી બકેટ લિસ્ટમાંથી બહાર કરી દો.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">