AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીએ ખરીદી લીધી બીજી કંપની, ખરીદ્યો આ કંપનીનો 74% હિસ્સો, ₹1628 કરોડની થઈ ડીલ

રિલાયન્સે NMIIAના 57,12,39,588 શેર રૂ. 28.50 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે. NMIIA ના બાકીના 26% શેર CIDCO પાસે છે. NMIIA ને મહારાષ્ટ્ર સરકાર દ્વારા IIA ના વિકાસ માટે 'સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી' તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

| Updated on: Dec 14, 2024 | 12:31 PM
Share
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) એ નવી મુંબઈ IIA (NMIIA)માં 74 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ ડીલ 1,628 કરોડ રૂપિયા થઈ છે. NMIIA મહારાષ્ટ્રમાં સંકલિત ઔદ્યોગિક વિસ્તારો (IIA) વિકસાવવા માટે કામ કરે છે. 11 ડિસેમ્બર 2024ના રોજ RIL બોર્ડની બેઠક અને 12 ડિસેમ્બર 2024ના રોજ CIDCOની સંમતિ બાદ આ ડિલ ફાઈનલ થઈ હતું. આ સાથે NMIIA હવે રિલાયન્સની પેટાકંપની બની ગઈ છે.

1 / 5
રિલાયન્સે NMIIAના 57,12,39,588 શેર રૂ. 28.50 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે. NMIIA ના બાકીના 26% શેર CIDCO પાસે છે. NMIIA ને મહારાષ્ટ્ર સરકાર દ્વારા IIA ના વિકાસ માટે 'સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી' તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ ઓથોરિટી શહેરના આયોજન અને વિકાસનું ધ્યાન રાખશે.

2 / 5
કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, '11 ડિસેમ્બર, 2024ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગ અને 12 ડિસેમ્બર, 2024ના રોજ સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ (CIDCO) તરફથી મળેલી સંમતિને પગલે આજે 57, 12,39,588 ઈક્વિટી શેર્સ , 74% હિસ્સાની સમકક્ષ, શેર દીઠ રૂ. 28.50 પર આ મુજબ કુલ રૂ. 1628,03,28,258/-ની ખરીદી કરવામાં આવી છે. CIDCO NMIIA ના બાકીના 26% ઇક્વિટી શેર ધરાવે છે. આ ડિલ સાથે, NMIIA કંપનીની પેટાકંપની બની ગઈ છે.

3 / 5
2004 માં સ્થાપિત, NMIIA મહારાષ્ટ્રમાં એક સંકલિત ઔદ્યોગિક વિસ્તાર (IIA) વિકસાવવામાં રોકાયેલ છે. મહારાષ્ટ્ર પ્રાદેશિક સહાય ટાઉન પ્લાનિંગ એક્ટ, 1966 હેઠળ આ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કંપનીને 'સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી' નિયુક્ત કરવામાં આવી છે. શુક્રવારે RILનો શેર 0.91 ટકાના વધારા સાથે રૂ. 1,274.45 પર બંધ થયો હતો.

4 / 5
NMIIAનું ટર્નઓવર નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 34.89 કરોડ, 2022-23માં રૂ. 32.89 કરોડ અને 2021-22માં રૂ. 34.74 કરોડ છે. આ દર્શાવે છે કે કંપનીનો બિઝનેસ સ્થિર છે. રિલાયન્સનું આ પગલું તેને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેની પકડ મજબૂત કરવામાં મદદ કરશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે રિલાયન્સ NMIIAના વિકાસને કેવી રીતે આગળ લઈ જાય છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">